દીવાલ ઉપર લખી લેજો, આ તારીખમાં મેઘરાજા બોલાવશે રમઝટ, અંબાલાલ પટેલની આગાહી ખોટી નહિ પડે

દીવાલ ઉપર લખી લેજો, આ તારીખમાં મેઘરાજા બોલાવશે રમઝટ, અંબાલાલ પટેલની આગાહી ખોટી નહિ પડે

ગુજરાતમાં વરસાદી માહોલ હાલમાં નથી. હવામાન વિભાગ પણ આગામી સપ્તાહમાં સમાન્ય વરસાદની આગાહી કરી રહ્યું છે. દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે.

જે આગામી બેથી 3 દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે જોકે, ગુજરાત આ ખતરાથી મુક્ત રહેશે. ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે.

ગુજરાત માટે શું છે આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે.

15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે.

16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા ૨૦મી સુધી સારો વરસાદ પડી શકે છે.

સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં ૫૦ ટકા વરસાદની ઘટ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ ૯ ટકા ઘટીને ૪૧ ટકાએ પહોંચી છે, જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં ૪૪ અને સૌરાષ્ટ્રમાં ૩૭ ટકા ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ ૮થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની ૨૫ ટકા ઘટ રહેવાની શક્યતા છે.

અમારા WhatsApp ગ્રૂપમાં જોડાવા અહીં ક્લિક કરો

હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનતા 25મી સુધી વરસાદી માહોલ રહેવાની વકી છે. ઉપરાંત આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે. એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું તો અત્યારે કઠિન છે.

હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, વરસાદ બંધ થવાની સાથે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને કારણે પવનની ગતિ 55 કિમી પ્રતિકલાકથી લઈને 75 કિમી પ્રતિકલાક સુધીની છે. ઓડિશા પર આ સિસ્ટમ આવ્યા બાદ તે આગળ વધીને આગામી 24 કલાક સુધીમાં છત્તીસગઢ પર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. જે બાદ તે સિસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતી રહે તેવી સંભાવના છે. આ સિસ્ટમ છત્તીસગઢથી આગળ વધીને ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશ પર પહોંચશે અને ત્યાંથી ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે. જોકે, ઓડિશા પરથી આગળ વધવાની સાથે જ આ સિસ્ટમ થોડી નબળી પડશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી સંભાવના છે.

ગુજરાત માટે આગામી સમય ચિંતાજનક?
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં જે પ્રકારે વરસાદ પડ્યો, પૂર આવ્યા તેનાથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ભારતમાં પૂરનો નક્શો બદલાઈ રહ્યો છે. કારણ કે પહેલા નક્શામાં ફક્ત યુપી, બિહાર, ઉત્તર પૂર્વી રાજ્યોમાં પૂરનું જોખમ જોવા મળતું હતું. હવે શહેરી 'જળ પ્રલય' ની સીમા બદલાઈ રહી છે. સરકારે નવો નક્શો બનાવવાની જરૂર છે. સમગ્ર દેશમાં વરસાદનું મૌસમ બદલાઈ ચૂક્યું છે. એવું અનુમાન છે કે આ વખતે ચોમાસું જશે પણ મોડું. કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગર પર બનનારા ચક્રવાત, ડિપ્રેશન અને લો પ્રેશર એરિયા તેના માટે કારણભૂત છે. હવે તો તોફાનની એક નવી પેટર્ન આવી ગઈ છે. આ પેટર્ન છે જમીન પર બનનારા તોફાન. પછી ધીરે ધીરે સરકીને તે સમુદ્રમાં જતા રહે છે. ત્યારબાદ તેની તાકાત વધી જાય છે અને શક્તિશાળી બને