khissu

આગાહી પ્રમાણે જ ગુજરાતમાં મેઘાની બેટિંગ શરૂ, નવરાત્રિમાં વરસાદની 100 ટકા શક્યતા, જાણી લો નવી આગાહી

હવામાન વિભાગ અને અંબાલાલની આગાહી પ્રમાણે જ આજે સવારથી અમરેલી જિલ્લામા વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. મળતી વિગતો અનુસાર દામનગર બાદ મોટા આકડીયા નાના આકડીયા મોટા માચિયાળા નાના માચિયાળા ચિતલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ છે.

અમરેલીમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટા પડતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી રાહત મળી છે. રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધા બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે એટલે ખેડૂતોને પણ હાશકારો અનુભવાયો છે.

હાલમાં રાજ્યમાં ભારત પાકિસ્તાન મેચ અને નવરાત્રિમાં ક્યાંક વરસાદ રંગમાં ભંગ ન પાડે તેવું લોકો ઇચ્છી રહ્યા છે. તો બીજી બાજુ હવામાન વિભાગ કાંઇક અલગ જ અનુમાન કરી રહ્યુ છે. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાના એંધાણ છે અને વરસાદ આવવાનું શરૂ પણ થઈ ચૂક્યું છે.

ગુજરાતમાં આવતી કાલે 14 તારીખે પણ સામાન્ય વરસાદ વરસી શકે છે. 14 ઓક્ટોબરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના લીધે 14થી 16 તારીખમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. નવરાત્રીમાં પણ તમારે ક્યાંય રેઈનકોટ પહેરીને ગરબા કરવા પડે એવું લાગી રહ્યું છે.