khissu

અંબાલાલ પટેલની વધુ એક આગાહી, જાણો આગામી 3 કલાક ક્યાં ભારે ?

ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. આ બધા વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. તેમનું એવું પણ કહેવું છે કે આ વખતે ચોમાસું એકદમ અલગ છે. આવતા મહિનામાં ઓગસ્ટમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે આાગામી 24 કલાક ભારે વરસાદનું વહન લઈને આવી રહ્યા છે.

આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે આ વરસાદનું વહન સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં વડોદરા, સાવલી, આણંદ, નડિયાદ, ખેડા, અને અમદાવાદના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જેમાં ગોધરા, દાહોદ ઉપરાંત છોટા ઉદેપુર અને પાવાગઢના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે. મહેસાણાથી ચોટીલા સુધીના સળંગ પટ્ટામાં વરસાદની શક્યતા છે.

આગાહીકાર અંબાલાલે કહ્યું કે દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારો જેમ કે હળવદ, સુરેન્દ્રનગર, ધાંગ્રધ્રા, મોરબી વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આ સાથે તેમણે કહ્યું કે આ વરસાદમાં પવનનું જોર રહેશે. બાગાયતી પાકમાં કલમ પડી ના જાય તેનું ધ્યાન રાખવું પડશે. આ વરસાદથી કેટલાક ભાગોમાં ઠંડરસ્ટોર્મ...ગાજવીજ, તોફાન અને પવન ફૂંકાઈ શકે છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આ કારણે મધ્ય સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરા, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા , આણંદ, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. 22, 23 અને 24 તારીખ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેશે. વરસાદનું બીજું વહન 27 તારીખે આવશે. વરસાદના બીજા વહનમાં ઉત્તર ભારતની નદીઓમાં પુર આવશે.