khissu

અષાઢે અનરાધાર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હળવા થી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે કોઈ જિલ્લામા ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 6,7 અને 8 તારીખમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


સૌરાષ્ટ્રમા દરિયા કાંઠાના વિસ્તારો અને કચ્છના કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રમા દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આ જિલ્લાના છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.


જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ દરમીયાન કોઈ સ્થળે ભારે વરસાદ પણ વરસી શકે છે. જો કે 8 તારીખે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.