Skymet ખાનગી સંસ્થા દ્વારા શું નવી આગાહી કરવામાં આવી...
ભારતના હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટના અનુમાન અનુસાર ગુજરાતમાં ૨૭ કે ૨૮ના નૈઋત્યના ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઇ શકે છે. ચોમાસાના પ્રારંભ સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, ભરૃચ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે.
અશોક પટેલે શું આગાહી કરી છે?
1) અશોક પટેલે આગાહી કરતા કહ્યું છે કે 25થી લઈને 27જૂન વચ્ચે વરસાદની પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.
2) પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો કરતા દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદી ઝાપટા પડશે.
3) અશોક પટેલે ચોમાસાનું આગોતરું હનુમાન જણાવતા કહ્યું હતું કે 28 થી 4 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા બધા ભાગોમાં ચોમાસું પહોંચી જવાની અને તે ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.
4) 28 થી 4 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે અને વરસાદનો મોટો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે.
અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી...
1) અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે.
2) 25થી 30 જૂનમાં રાજ્યના ભાગો ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.
3) મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે.
4) આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસી શકે છે. 5 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત વરસાદ હશે.
5) અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ તારીખ 25-26 જૂનથી ચોમાસું શરૂ થશે. પરંતુ 28 જૂનથી 2 જુલાઈની વચ્ચે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મહેસાણાના વિસ્તારો, હારીજ, સમી, બેચરાજી, કડી સિદ્ધપુર, વિસનગર, માણસા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
6) જ્યારે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો, વડોદરા, પંચમહાલ, અને અમદાવાદમાં વરસાદની આગાહી છે. રાજસ્થાનના ઉદયપુર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ થતા તથા સાબરકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડતા સાબરમતી નદીમાં પાણી છલકાવવાની શક્યતા છે.
7) આગાહી આ ઉપરાંત મુંબઈ-મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચમાં પણ વરસાદ પડી શકે છે.
8) ગુજરાતના અન્ય વિસ્તારોમાં ડાંગ, આહવા, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાયના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની સંભાવના છે.
9) મધ્ય પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાની પગલે નર્મદા બે કાંઠે વહી શકે છે.
10) 8મી જુલાઈ સુધીમાં ગુજરાતના પછી તો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
પરેશ ગૌસ્વામી દ્વારા નવી આગાહી...
1) જૂનાગઢના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઇને વરતારો કર્યો છે. તેઓએ જણાવ્યું કે રાજ્યમાં આગામી 24થી 36 કલાકમાં જ ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસુ શરૂ થઇ જશે.
2) 24 થી 36 કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડશે.
3) ખાસ કરીને 26થી 30 જુન દરમિયાન દક્ષિણ અને મુધ્ય ગુજરાતમાં મેઘરાજા રીતસર ધમરોળશે.
4) જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના લોકોને વરસાદ માટે રાહ જોવી પડશે, છૂટાછવાયા વરસાદ સિવાય આ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડવાની શક્યતાઓ દેખાઇ રહી નથી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડો.વિજીન લાલે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે,
1) આગામી બે દિવસ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે. આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
2) હાલ મોન્સૂનની પ્રિ એક્ટિવ થવાથી વરસાદ થશે. જે અંતર્ગત અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
3) આવતીકાલે ગુજરાતના પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં નર્મદા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.
4) તો બીજા અને ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ પાંચ દિવસ વરસાદની આગાહી છે.
5) હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે દમણ, દાદરા નગર હવેલી, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ૨૮ જૂનના ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તે પેહલા મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ:- હાલ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે આગળ વધી રહી છે. આ સિસ્ટમ ઓડિશા, છત્તીસગઢ મધ્યપ્રદેશથી થઈ ગુજરાત અને રાજસ્થાન તરફ આ સિસ્ટમ આવશે. જ્યારે આ સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન તરફ આવશે ત્યારે આપણે ત્યાં ભારે વરસાદ પડશે.
આજથી 25 તારીખથી વરસાદ જોર વધશે.
1) આજે સૌથી પહેલા દક્ષિણ અને પૂર્વ ગુજરાત વલસાડ, નવસારી, અરવલ્લી, મહિસાગર, નર્મદા, છોટાઉદેપુર, ગોધરા, પંચમહાલ સહિતના વિસ્તારોમાં વરસાદ વધતો જશે.
2) રાજ્યમાં 27થી 30 વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા છોટાઉદેપુ, ગોધરા પંચમહાલ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.
3) આ આગાહીનાં સમયગાળા દરમિયાન અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધશે.
4) સૌરાષ્ટ્રની વાત કરીએ તો 27 જૂનની આસપાસ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટના તાલુકાઓમાં પણ વરસાદ જોર વધશે.
5) હવે છેલ્લે કચ્છમાં રાજ્યના અન્ય વિસ્તારો કરતા વરસાદની શરૂઆત મોડી થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસું જામશે ત્યાર બાદ કચ્છમાં પણ છૂટા છવાયા વરસાદની શરૂઆત થઈ જશે.