1) આજથી 25 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 50% વિસ્તારમાં બે ઇંચ સુધીનો વરસાદ તો એ સિવાયના વિસ્તારોમાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે. ભારે વરસાદવાળા વિસ્તારોમાં આઠ ઇંચ થી વધારે વરસાદ પડવાની સંભાવના.
2) આજથી 25 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત અને ગુજરાત રિલિઝન નાં 50% વિસ્તારોમાં ચાર ઇંચ સુધીનો વરસાદ તો ભારે વરસાદ વાળા વિસ્તારોમાં આઠ ઇંચ થી વધારે વરસાદ પણ પડવાની સંભાવના.
3) અરબી સમુદ્ર અપરએર સાયક્લોનિક સરક્યુલેશન ની અસરકર્તાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ રિલીઝજયનમાં ભારે વરસાદની શક્યતા.
4) બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં અપરએર સર્ક્યુલેશન સર્જવાને કારણે અને મોનસુન ટ્રકને કારણે સારા વરસાદની શક્યતાઓ યથાવત રહેશે.
5) ગુજરાતમાં અત્યાર સુધીમાં નોર્મલ થી ૮૪ ટકા વધુ વરસાદ પડી ગયો છે. આવનાર દિવસોમાં હજી પણ અનેક પરિબળોને કારણે મેઘરાજા ગુજરાતમાં યથાવત રહેશે: અશોક પટેલ
નક્ષત્ર બદલાતા ભારેથી અતિભારે વરસાદ આગાહી: આવતીકાલથી એટલે કે 20 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું નક્ષત્ર બદલાશે. આવતીકાલથી પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે. પુષ્પ નક્ષત્રનું વાહન દેડકાનું છે. આવતીકાલે 4: 57 મિનિટે સૂર્યનો પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ થશે. આ નક્ષત્ર 2 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. આ નક્ષત્રમાં વેધર મોડલ પ્રમાણે વરસાદના ઉજળા સંજોગો જણાઈ રહ્યા છે.