અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યના વિસ્તારોમાં જૂન મહિનાના અંત સુધીમાં છૂટો છવાયો વરસાદ વરસતો રહેશે. જુલાઈ મહિનાના શરૂઆતમાં પાંચ દિવસોમાં સારા વરસાદની શક્યતા છે. તેમને માહિતી આપતા જણાવ્યું છે કે જેટલો વરસાદ અત્યાર સુધીમા વરસવો જોઇએ તેટલો વરસાદ નથી વરસ્યો. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 22 જૂન સુધીમાં 53 ટકા વરસાદની ઘટ છે.
કચ્છની વાત કરીએ તો 81 ટકા વરસાદની ઘટ છે. જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં 22 તારીખ સુધીમાં નોર્મલ હોવો જોઇએ જેનાથી 52 % વરસાદ ઓછો છે.
દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદ ની આગાહી કરતાં અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે હળવો, મધ્યમ તો ક્યારેક ભારે વરસાદની શકયતા વ્યકત કરી છે. અમુક દીવસે છૂટા છવાયા તો અમુક દિવસે સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગાહી સમય ની કુલ માત્રા 50mmથી 75 mm રહેશે.
સૌરાષ્ટ્રનો 50 ટકા વિસ્તાર કે જ્યાં ચોમાસુ પહોંચી ગયું છે, તેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ બોટાદ અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં પણ ચોમાસુ બેસી ગયું છે. 30 તારીખ સુધીની કુલ સમય માત્ર 25 થી 50 mm વરસાદ વરસી શકે તો ક્યારેક એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદનાં સેન્ટરોમાં 75 mm સુધી પણ વરસાદ પડી શકે છે.
સાથે જ અશોકભાઇ પટેલે અગોતરું એંધાણ આપતા જણાવ્યું છે કે 1 જુલાઈ થી 5 જુલાઈ સુધીમાં ચોમાસાનાં માહોલમાં સુધારો જોવા મળશે.