ગુજરાતના જાણીતાં હવામાન આગાહી કાર અશોકભાઈ પટેલે 27 તારીખ સુધી વરસાદની આગાહી કરી છે. તેને જણાવ્યુ છે કે મેઘરાજાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે. જો કે આ વખતે નવા રાઉન્ડનો લાભ કચ્છ અને ઉત્તર ગુજરાતને વધુ મળશે.
અશોકભાઇ પટેલે 27 તારીખ સુધીની આગાહી કરતા જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં વરસાદનું સારું એવું જોર રહેશે. સૌરાષ્ટ્ર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
કચ્છ માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
નોર્થ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.