khissu

વરસાદના બે રાઉંડ આવશે, 8 ઇંચ વરસાદ પડશે, અશોક પટેલની નવી આગાહી આવી...

27 તારીખની અપડેટ પ્રમાણે સંપૂર્ણ ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આજે આખા ગુજરાતમાં ચોમાસુ બેસી ગયું છે. જોકે અત્યાર સુધી છે વરસાદ જોવા મળતો હતો તે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો કહેવામાં આવતો હતો પરંતુ હવે ચોમાસુ બેસી ગયુ છે એટલે ચોમાસાનો વરસાદ હોય ગણવામાં આવશે.

આજે ફરી અશોક પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી...
1) અશોક પટેલે જણાવ્યું છે કે 28 થી 3 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં સારો વરસાદ રાઉન્ડ આવશે. 

2) ગુજરાતના ઘણા વિસ્તારોમાં એકથી વધારે વરસાદના રાઉન્ડ આવવાની શક્યતા છે. 

3) વધારે વરસાદ પડવાની સંભાવના વાળા વિસ્તારોમાં આઠ ઇંચથી વધારે વરસાદ ખાબકવાની આગાહી વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ કરી છે. 

4) બંગાળની ખાડી વાળું લો પ્રેશર આવનાર ત્રણ દિવસ સુધી નોર્થ મધ્ય પ્રદેશ તરફ આગળ વધશે. જેમને કારણે ભારે વરસાદ ની આગાહી છે.

5) ગુજરાત નજીક અરબી સમુદ્રમાં પણ 3.1 km UAC સક્રિય છે. જે આ અરબી સમુદ્ર નું UAC અને બંગાળની ખાડીનું Lo pressure એક બહોળું સર્કયુલેશન બનાવશે અને જેમની વતી ઓછી અસરથી ભારે વરસાદ આગાહી છે. 

6) જોકે આ અસર અલગ અલગ દિવસે અલગ અલગ ગુજરાતના ભાગોમાં જોવા મળશે જેમને કારણે અમુક વિસ્તારોમાં 200mm વરસાદ પડવાની શક્યતા રહેલી છે.