માનવીના સ્વભાવને લગતા વિસ્મયકારક તથ્યો
07:39 PM, 05 August 2021 - Team Khissu
માનવીના સ્વભાવને લગતા વિસ્મયકારક તથ્યો
https://khissu.com/guj/post/awesome-facts-about-human-nature
આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો:
https://khissu.com/DWND?lang=guj
મનુષ્ય પૂરી દુનિયામાં સૌથી બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખાય છે. માણસોની વિચારવાની શક્તિ કંઈક અલગ જ પ્રકારની હોવાથી બધા પ્રાણીઓ મનુષ્ય અલગ તરી આવે છે. મનુષ્યના સ્વભાવમાં અધ્યયન કરવામાં આવે છે તે વિજ્ઞાનની શાખા મનોવિજ્ઞાન કહેવાય છે. તો ચાલો જોઈએ મનુષ્યના સ્વભાવના કંઈક અદ્ભૂત તથ્યો.
- એક સંશોધન અનુસાર જો માણસ બહુ જ નકારાત્મક વિચારવા લાગે તો તેની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે.
- જે માણસ વધારે પડતું વિચારતું હોય તેને ડિપ્રેશનમાં જવાની શક્યતા સૌથી વધારે હોય છે. કારણકે ત્યારે માણસનું મગજ એવા પ્રોબ્લેમ ઊભા કરે છે કે જેનો કોઈ અસ્તિત્વ જ નથી હોતું.
- મનોવિજ્ઞાન અનુસાર તમે જેટલી ઠંડી જગ્યા માં ઊંઘો એટલા જ ડરાવનાં સપના આવવાની સંભાવના વધી જાય છે.
- જો તમને ખરાબ વિચારો આવતા હોય તો તેનાથી બચવાનો સૌથી સરળ અને સાચો ઉપાય સંગીત સાંભળવું છે.
- મનોવિજ્ઞાન અનુસાર જે લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય તે લોકો બીજાની ભૂલો વધારે કાઢે છે.
- સંશોધનમાં એ સાબિત થઈ ચૂક્યું છે કે લોકો સત્યઘટના કરતા કોઇ અફવા પર જલ્દી વિશ્વાસ કરી લે છે.
- મોડી રાત્રે અથવા અર્ધ નિંદ્રામાં માણસ મોટેભાગે સાચું બોલે છે, કારણકે ખૂબ થાકેલો હોવાને કારણે મગજ ઝાઝુ વિચારી શકતું નથી અને ઈમાનદારીથી જવાબ આપે છે.
- તમને જાણીને નવાઈ થશે કે જો તમે તમારી ગમતી મ્યુઝિક ટોન ને એલાર્મ ની રીંગટોન તરીકે રાખો તો થોડા સમય પછી તે મ્યુઝિક ને તમે નફરત કરવા લાગશો.
- વૈજ્ઞાનિક સંશોધન અનુસાર દર્દ અને એકલા પણ બંને મગજના એક જ ભાગમાં મહેસૂસ થાય છે. એટલે જ જ્યારે તમે એકલા મહેસુસ કરતા હોય ક્યારે એવા દર્દનો અનુભવ થાય છે કે તમે ઘાયલ થયા હોય.
- એક સંશોધનમાં સાબિત થયું છે કે માણસને સૌથી વધારે ક્રિએટિવ આઇડિયા બાથરૂમમાં નહાતી વખતે જ આવે છે.