Top Stories
khissu

Axis એ તેના ગ્રાહકોને આપી મોટી ભેટ, બેંકે FD વ્યાજ દરમાં કર્યો વધારો

દિવાળી પહેલા એક્સિસ બેંકે તેના ગ્રાહકોને એક શાનદાર ભેટ આપી છે. ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એક્સિસ બેંકે ગ્રાહકો માટે ફરી એક સારા સમાચાર આપ્યા છે. જો તમારું એક્સિસ બેંકમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. એક્સિસ બેંકે ફિક્સ ડિપોઝિટના વ્યાજ દરમાં ફરી વધારો કર્યો છે. આ વખતે આ વધારો 0.75 ટકા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં ફરી તેજી, જાણો ક્યાં બોલાયો 1993 રૂપિયા ભાવ ? જાણો ગુજરાતની ૪૦+ માર્કેટ યાર્ડોના ભાવો

FD પર બમ્પર વધારો
એક્સિસ બેંકે તેના FD દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. Axis Bank ફિક્સ્ડ ડિપોઝિટ રેટ 14 ઓક્ટોબર 2022 થી વધેલા વ્યાજ દરો લાગુ કર્યા છે. ચાલો જાણીએ નવીનતમ દર.

બેંકે આપી માહિતી  
બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી એફડી પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંક 7 દિવસથી 10 વર્ષ સુધીની મુદતવાળી FD પર વધુ વ્યાજ ચૂકવે છે. બેંકના આ નિર્ણયથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે, કારણ કે એક્સિસ દેશની એક મોટી ખાનગી બેંક છે.

આ પણ વાંચો: કપાસના ભાવમાં ફરી તેજી, જાણો ક્યાં બોલાયો 1993 રૂપિયા ભાવ ? જાણો ગુજરાતની ૪૦+ માર્કેટ યાર્ડોના ભાવો

એક્સિસ બેંકના નવા વ્યાજ દરો 
સામાન્ય ગ્રાહકને 7 દિવસથી 60 દિવસની FD પર 3.50 ટકા વ્યાજ મળશે.
સામાન્ય ગ્રાહકને 61 દિવસથી 6 મહિનાની FD પર 4.25 ટકા વ્યાજ મળશે.
6 મહિનાથી 1 વર્ષ સુધીના સમયગાળા માટે, સામાન્ય ગ્રાહકને 5.00 ટકા વ્યાજ મળશે.
1 વર્ષથી 15 મહિનાની FD પર 6.10 ટકા વ્યાજ મળશે.
2 વર્ષથી ઓછી એફડી પર 6.15 ટકા વ્યાજ મળશે.
2 વર્ષથી 3 વર્ષની FD પર મહત્તમ વ્યાજ 6.20 ટકા હશે.
3 વર્ષથી 10 વર્ષ સુધીની FD પર 6.10 ટકા વ્યાજ મળશે.