નવરાત્રીમાં 2 વાવાઝોડાની આગાહી! અંબાલાલ પટેલ દ્વારા આજે કરવામાં આવી નવી આગાહી

નવરાત્રીમાં 2 વાવાઝોડાની આગાહી! અંબાલાલ પટેલ દ્વારા આજે કરવામાં આવી નવી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બંનેમાં વાવાઝોડા આકાર લેશે. 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા છે. 18 ઓક્ટોબરથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર મહાલચલ જોવા મળશે. અરબી સમુદ્રની સાથે સાથે બંગાળના ઉપસગારમાં પણ સિસ્ટમ બનશે. બંનેમાં સમાંતર સિસ્ટમ બનશે. પરંતુ અરબી સમુદ્રની સિસ્ટમ મજબુત થવાની શક્યતા છે.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં વાવાઝોડા આકાર લેશે અને આજથી અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને 18 ઓક્ટોબરથી એક લો-પ્રેશર બનશે. જે 22 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. આ વાવઝોડું મજબુત હશે. તેને ઉત્તર પૂર્વીય પવનોની ગતિ મળશે. જેને બંગાળના ઉપસાગરનો ભેજ મળશે, જેના કારણે આ સિસ્ટમ મજબુત બનશે. જેના કારણે પશ્ચિમ ઘાટ પર ગોવાથી નીચેના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

એક પછી એક મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે ત્યારે 16 ઓક્ટોબરની સાંજે 17થી 19 ઓક્ટોબરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મિર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રેદશ તેમજ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ભારે પવન અને કરા પડવાની શક્યતા રહેશે.

બેક ટુ બેક સિસ્ટમ આવશે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના અમુક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યાતા રહેલ છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.