Top Stories
khissu

Bank of Baroda માં ખાતું છે તો મળશે ૨ મોટા લાભો, આજે જ બેન્કે જઈને ફોર્મ ભરી દો

Bank of baroda: જો તમારું બેંક ઓફ બરોડા માં ખાતું છે તો તમારી માટે આવી ગઈ છે ખુશ ખબર. BOB બેંક 4 લાખ રૂપિયાની સુવિધા આપી રહી છે.

4 લાખ રૂપિયાનો લાભ મેળવવા માટે તમારે બે સરકારી યોજનાઓમાં રોકાણ કરવું પડશે.

બેંક તેના ગ્રાહકોને અનેક લાભો આપી રહી છે. તેમ છતાં એવા ઘણા ગ્રાહકો છે જેઓ તેમના વિશે જાણતા નથી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે દર મહિને માત્ર 28.5 રૂપિયા જમા કરીને 4 લાખ રૂપિયાનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો.

માત્ર રૂ. 330ના વાર્ષિક હપ્તા પર PMJJBY રૂ. 2 લાખ- પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) માટે વાર્ષિક પ્રીમિયમ રૂ. 330 છે. આ યોજના હેઠળ વ્યક્તિને જીવન કવર મળે છે. 

જો વીમાધારક વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળે છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ECS દ્વારા લેવામાં આવે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) યોજના ખૂબ જ ઓછા પ્રીમિયમ પર જીવન  વીમો પ્રદાન કરે છે. તમને જણાવી દઈએ કે PMSBY કેન્દ્ર સરકારની એક એવી યોજના છે, જેના હેઠળ ખાતાધારકને માત્ર 12 રૂપિયામાં 2 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે.

યોજનાનો લાભ લેવા તમારે તમારી નજીક આવેલ સરકારી બેંક ઓફ બરોડા માં જવાનું રહશે.

આમ, Bank of baroda દ્વારા બંને યોજનામાં એકસાથે વાર્ષિક માત્ર 342 રૂપિયા એટલે કે દર મહિને માત્ર 28 રૂપિયા જમા કરાવવા પર 4 લાખ ની સહાય મળશે.

આવી વધારે માહિતી માટે અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો