આજ કાલ દરેક લોકો બેંક સાથે વ્યવહારો કરે છે. મોટા મોટા આર્થિક વ્યવહારો બેંક મારફતે જ કરવામાં આવે છે. કોઈને પેમેન્ટ કરવાનું હોય છે કે પછી લોન લેવાની હોય દરેક જગ્યાએ બેંકની જરૂર પડે જ છે. હવે એવામાં જો તમારે પણ બેંક સંબંધિત કોઈ કામ કરવાનું હોય, તો તમને જણાવી દઈએ કે, આ મહિનામાં એટલે કે ફેબ્રુઆરીમાં ઘણી રજાઓ આવી રહી છે. તેથી તમારે આ યાદી જોઈ લેવી જરૂરી છે.
તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરીના બાકીના 20 દિવસોમાં ખાનગી અને સરકારી બેંકો 9 દિવસ બંધ રહેવાની છે. આવી પરિસ્થિતિમાં બેંક બંધ થવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી તમારે આર્થિક વ્યવહારો પણ ખોરવાઈ શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની ગાઈડલાઈન પ્રમાણે બેંકોની રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. આ હિસાબે આગામી દિવસોમાં ઘણી રજાઓ આવવાની છે. જો કે દરેક રાજ્યમાં બેંકોની રજાઓ અલગ-અલગ હોય છે, જો કે, કેટલાક દિવસો એવા હોય છે જ્યારે સમગ્ર ભારતમાં બેંકો બંધ રહે છે. જેમ કે પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી), સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ), ગાંધી જયંતિ (2 ઓક્ટોબર), ક્રિસમસ ડે (25 ડિસેમ્બર) જેવા પ્રસંગોએ સમગ્ર દેશમાં બેંકો બંધ રહે છે.
ઓનલાઈન બેંકિંગ ચાલું રહેશે
બીજા અને ચોથા શનિવાર ઉપરાંત રવિવારે પણ બેંકો બંધ રહે છે. આ સિવાય કોઈપણ તહેવારના કારણે બેંક રજાઓ RBI દ્વારા રાજ્યો અનુસાર નક્કી કરવામાં આવે છે. જો કે, બેંક બંધ હોવા છતાં, તમે ઓનલાઈન મારફતે ઘમા મહત્વપૂર્ણ કાર્યો કરી શકો છો. આવી સ્થિતિમાં, બેંક બંધ થવાની સ્થિતિમાં, તમે તમારા મહત્વપૂર્ણ કામ ઓનલાઈન પણ કરી શકો છો.
ફેબ્રુઆરીમાં બાકી રહેલા 20 દિવસોમાંથી 9 દિવસ બેંકો બંધ રહેશે
12 ફેબ્રુઆરી: મહિનાનો બીજો શનિવાર
13 ફેબ્રુઆરી: રવિવાર
15 ફેબ્રુઆરી: મોહમ્મદ હઝરત અલી જન્મદિવસ/લુઈસ-નગાઈ-ની (ઈમ્ફાલ, કાનપુર, લખનઉમાં બેંકો બંધ)
16 ફેબ્રુઆરી: ગુરુ રવિદાસ જયંતિ (ચંદીગઢમાં બેંકો બંધ)
18 ફેબ્રુઆરી: ડોલજાત્રા (કોલકત્તામાં બેંકો બંધ)
19 ફેબ્રુઆરી: છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ (બેલાપુર, મુંબઈ, નાગપુરમાં બેંકો બંધ)
20 ફેબ્રુઆરી: રવિવાર
26 ફેબ્રુઆરી: મહિનાનો ચોથો શનિવાર
27 ફેબ્રુઆરી: રવિવાર