Top Stories
khissu

બેટરી પંપ સહાય યોજના ૨૦૨૨, ખેડુતોને મળશે ૧૦,૦૦૦ ની સહાય, જાણો કેવી રીતે ?

કૃષિ અને સહકાર વિભાગ દ્રારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેના માટે સરકારે ikhedut portal બનાવેલ છે. પશુપાલનની યોજનાઓ, ખેતીવાડી યોજના વગેરે યોજનાનાં ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે. જેની અંદર ખેતીવાડીના ૪૯ ઘટકો પર હાલ અરજી શરૂ છે. જેમની પાવર સંચાલિત નેપસેક પંપ વિશે માહિતી આજ તમને આપીશું. આવો જાણીએ સહાય, હેતુ, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ વગેરે.

યોજનાનો હેતુ: ખેતી પાકોમાં નુકસાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખુબજ જરૂરી છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પંપ ઉપર સબસીડી આપવામાં આવે છે.

સહાય ધોરણ: રાજ્ય સરકારની આ યોજનામાં સબસીડી અગાઉથી નક્કી થયેલ છે. આ યોજનાનો લાભ ગુજરાતનાં મહિલા, નાના, સીમાંત, અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે. 
પાવર સંચાલિત નેપસેક પમ્પ, પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૮ થી ૧૨ લિટર કેપેસીટી) અનુ. જાતિ ,જન જાતિ નાના , સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૧૦૦ અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૫૦૦
(૨) પાવર સંચાલિત નેપસેક પમ્પ પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૨ થી વધુ અને ૧૬ લિટર કેપેસીટી) અનુ. જાતિ  જન જાતિ; નાના સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૮૦૦અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦
(૩) પાવર સંચાલિત નેપસેક પમ્પ  પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૬ થી વધુ લિટર કેપેસીટી) અનુ. જાતિ જન જાતિ; નાના સીમાંત; મહિલા ખેડૂતને રૂ.૧૦૦૦૦ અને, અન્ય લાભાર્થીને રૂ. ૮૦૦૦

ઓનલાઇન અરજી કરવા માટે નીચેનાં ડોક્યુમેન્ટ્સ ની જરૂર પડશે.
જમીનની ૭,૧૨, ૮ અ ની નકલ
આધાર કાર્ડની નકલ
રેશનકાર્ડની નકલ
મોબાઈલ નંબર
બેંક ખાતાની પાસબુકની નકલ