બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતા હજુ આવશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની આગાહી

બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતા હજુ આવશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં ચોમાસાની વિદાય નજીક આવી ગઈ છે. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની સંભાવના છે.

 

હવામાન વિભાગની આગાહી પ્રમામે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધી શકે છે

 

અંબાલાલ પટેલે કહ્યું કે, નવરાત્રિ દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવરાત્રિ દરમિયાન વરસાદ અને ગરમીનો માહોલ રહેશે. આમ, વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે.

 

નવરાત્રી દરમિયાન વરસાદ સાથે ગરમીનો માહોલ પણ રહેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ વરસાદી ઝાપટા પડશે. ૧૦-૧૨ ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડશે. સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાય છતાં વરસાદ રહી શકે છે. કારણ કે, ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનશે.

 

અંબાલાલ પટેલે કહ્યું કે, 25 સપ્ટેમ્બરથી વડોદરા, દક્ષિણ ગુજરાત માં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે. સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તથા મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં વરસાદની શક્યતા ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થશે. સૌરાષ્ટ્રમાં આજથી વરસાદના હળવા ભારે ઝાપટા પડશે.