રમણીકભાઈ વામજાની આગાહી, હસ્ત (હાથિયો) નક્ષત્રમાં મેઘો ગુજરાતમાં મચાવશે તોફાન!

રમણીકભાઈ વામજાની આગાહી, હસ્ત (હાથિયો) નક્ષત્રમાં મેઘો ગુજરાતમાં મચાવશે તોફાન!

પરંપરાગત માન્યતાઓ અનુસાર, આ પ્રકારના કુંડાળાં વરસાદના આગમનનો સંકેત આપે છે. આગાહીકાર વામજાના જણાવ્યા પ્રમાણે, 14થી 18 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. ખાસ કરીને, 17 સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર વધુ રહેશે, જેના કારણે પવનની દિશા પણ બદલાશે. જોકે, આ વરસાદને કારણે અમુક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થવાની પણ શક્યતા છે.

 

વરસાદની આગાહી માત્ર આગામી થોડા દિવસો પૂરતી સીમિત નથી. વામજાએ વધુમાં જણાવ્યું કે હાથીયા નક્ષત્રના પ્રભાવને કારણે આગામી નવરાત્રી દરમિયાન પણ વરસાદનું જોર ચાલુ રહેશે. આ ઉપરાંત, ૨૦થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન પણ પાંચથી છ દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. આ આગાહી ગરબા રસિયાઓ માટે થોડી ચિંતાજનક બની શકે છે.

 

જોકે, આ વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે એક સારા સમાચાર પણ છે. આગાહીકાર વામજાએ જણાવ્યું કે આ વરસાદ મગફળીના પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. તેનાથી પાકનો ખર્ચ ઘટશે અને ઉત્પાદનમાં પણ વધારો થવાની શક્યતા છે. આ આગાહી સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહત લાવી છે, જેઓ લાંબા સમયથી સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આ આગાહી પરથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં હવામાનમાં મોટો પલટો આવવાનો છે, જેની અસર ખેતી અને લોકોના રોજિંદા જીવન પર જોવા મળશે

 

ફરી એક વખત રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બે સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે થંડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે. નવરાત્રિમાં વરસાદ અને ગરમી રહેવાની અંબાલાલ પટેલની આગાહી કરાઈ છે. 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા.

 

અંબાલાલે એમ જણાવ્યું છે કે, ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સૂર્ય ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે અને મંગળ પણ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા વધી ગઈ છે. ચોમાસાના અંતિમ તબક્કામાં પણ વરસાદ ચાલુ રહેશે અને નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓએ સાવધાની રાખવી પડશે.

 

13 થી 18 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી છે. તો 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. વરસાદ સાથે ગાજવીજ અને ભારે પવનની પણ આગાહી છે. અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી છે.