વાવણી તારીખ: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ વારંવાર ચોમાસાને લઈને આગાહી કરતા હોય છે. ત્યારે તેમણે વર્ષ 2024 ની આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું બેસી જવાની આગાહી છે.
કેરળમાં ચોમાસુ બેસી જાય ત્યાર પછી મુંબઈ અને ત્યાર પછી ગુજરાતમાં 8થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની તેમણે આગાહી કરી છે.
સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂન પછી ચોમાસાનો વરસાદ થતો હોય છે. જોકે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે આ વર્ષે 8 થી 14 તારીખ વચ્ચે ચોમાસુ ગુજરાતમાં આવી જવાની આગાહી છે.
તેમણે વધારે આગાહીમાં જણાવ્યું છે હતું કે 17 જૂન પછી ભારે આંધી વંટોળ સાથે વરસાદ પડવાની આગાહી છે.
તે પછીનો મહિનો એટલે કે જુલાઈ મહિનામાં દેશના ઘણા ભાગમાં પૂર આવવાની પણ તેમણે આગાહી વ્યક્ત કરી છે.
5 જુલાઈ થી 5 ઓગસ્ટ સુધીમાં દેશના ઘણા ભાગોમાં પૂરજેવી સ્થિતિ આવશે અને નર્મદાનું જળ પણ વધશે.
જ્યારે ગુજરાતની સાબરમતી નદી અને નર્મદા નદીના જળસ્તર ની અંદર નવા પાણીની આવક થશે અને સારો વરસાદ થશે તેવી તેમને આગાહી કરી છે.
અંબાલાલ પટેલ ની આગાહી અવારનવાર ફરતી રહે છે ત્યારે ખેડૂતો માટે ખાસ એ ઉપયોગી માહિતી છે કે આઠ જૂનથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ બની જશે. કેરળમાં ચોમાસુ વહેલું બેસી અને પહેલા વાવણી થવાની સંભાવના આગાહીમાં અંબાલાલ કાકા એ વ્યક્ત કરી છે.