khissu

મફતમાં થાય છે ભિખારીઓ નો ઈલાજ! કોણ કરે છે મફતમાં ઈલાજ ??

"મફત" નામનો શબ્દ સાંભળીને ભલભલા ના ચહેરા પર ખુશી છવાઈ જતી હોય છે સાચું ને ! 

મફત માં અનાજ મળશે એતો સાંભળ્યું જ હશે બધાએ. ભાઈ આપણા દેશમાં મફત માં પાણી પણ નથી મળતું પણ જ્યારે મુશ્કેલી સમયે કોઈ મફતમાં આપતું હોય ને ત્યારે તેની કિંમત સમજાય. માનીએ કે એ તો આપણા પ્રધાનમંત્રીની ફરજ કહેવાય કે મુશ્કેલી સમય આપણો સાથ આપે સાથે એ પણ માનીએ કે ભ્રષ્ટાચારી મંત્રીઓ આટલું પણ નથી વિચારતા હોતા કે આપણે તેનો હાલચાલ તો પૂછીએ.

હાતો, આપણે વાત કરી રહ્યા હતા મફત ઈલાજ ની. ડોક્ટર અભિજીત સોનવાને કે જે મુંબઈ ના પુણે શહેરમાં રહે છે. ડૉક્ટર અભિજીત સડક પર બેઠેલા ભિખારીઓ કે જેની પાસે ઈલાજ ના પૈસા નથી હોતા તેને મફતમાં ઈલાજ કરી દવા આપે છે.

ડોક્ટરને વળી એવી શું જરૂર પડી કે તે મફતમાં ઈલાજ કરે ??

ડૉ. અભિજીત નું કહેવું છે કે તે જે ભિખારીઓનો ઈલાજ કરે છે તેમાંથી કેટલાક લોકો એવા હોય છે જેને તેના પરિવારના લોકોએ સાથ છોડી દીધો હોય ત્યારે તેનો ઇલાજ કરવાથી તેને સંતોષ મળે છે અને મનોમન આનંદ મળે છે.

 ડોક્ટર અભિજીત દવા નો થેલો લઈને નીકળી પડે છે અને સડક કિનારે બેઠેલા ભિખારીઓની સાથે વાતચીત કરે અને તેને ભીખ માંગવાનું છોડી કોઇ નાનું-મોટું કામ કરવા સમજાવે છે અને આ માટે તે આર્થિક તેમજ અન્ય મદદ પણ કરે છે.

તમને ખુદને અંદરથી આનદ આવે એવા કામ કરો બાકી દુનિયા જ્ન્જટ થી જ ભરેલ છે.