આજથી પુષ્ય નક્ષત્રની શરૂઆત, જાણો વરસાદ જોગ અને લોકવાયકા

આજથી પુષ્ય નક્ષત્રની શરૂઆત, જાણો વરસાદ જોગ અને લોકવાયકા

નમસ્કાર ગુજરાત, પુષ્ય નક્ષત્રની શરૂઆત મિત્રો આજથી 10 ને 7 વાગ્યાથી થઈ ગઈ છે. પુષ્ય નક્ષત્રનમાં વાહન દેડકાનું છે. અને આ નક્ષત્ર 1 ઑગસ્ટ સુધી શરૂ રહેવાનું છે. પુષ્પનક્ષત્ર પછી આશ્લેષા નક્ષત્ર ની શરૂઆત થશે. છેલ્લે પુનર્વસુ નક્ષત્ર પૂર્ણ થયું છે.  મિત્રો પુષ્પ અને પુનર્વસુ નક્ષત્ર એકબીજા પર આભારી રેહતા હોઈ છે.

પુષ્ય નક્ષત્ર એટલે “વખ” અને વખમાં વરસતો વરસાદ ઊભા પાકો માટે સારો ગણાય છે. જો પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રમાં પણ ભારે વરસાદ વરસતો હોય છે. સારા વરસાદની આગાહી.

મિત્રો એવું કહેવાય છે કે પુનર્વસુ નક્ષત્રમાં જો ભારે વરસાદ પડે તો એમના પછીના પુષ્પનક્ષત્ર માં પણ ભારે વરસાદ પડતો હોય છે. પરંતુ પુનર્વસુ નક્ષત્રમાં કડાકા-ભડાકા સાથે છૂટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે તો એવી જ રીતે પુષ્પ નક્ષત્રમાં વરસાદ નોંધાઈ શકે છે.

અમારા WhatsApp ગ્રૂપ માં જોડાવા અહીં ક્લિક કરો

પુનર્વસુ ને પુષ્ય, બેય ભાયલા,
વરસા તો વરસા, વાયલા તો વાયલા

પુનર્વસુ નક્ષત્રમાં ભારે વરસાદ પડે તો પુષ્ય નક્ષત્રોમાં પણ ભારે વરસાદ પડતો હોય છે.

પુષ્ય નક્ષત્રમાં વરસાદના યોગ
પુષ્ય નક્ષત્ર એટલે 'વખ'  અને વરસાદ પડે તો તે ઉભા પાકો માટે સારો ગણવામાં આવે છે. મિત્રો

આપને જણાવી દઇએ કે જો પુષ્પનક્ષત્ર માં સારો વરસાદ ન પડે તો તેમના પછીના આશ્લેષા નક્ષત્રમાં સારા વરસાદની રાહ જોવી કેમકે એ નક્ષત્રનું વાહન મોર છે અને બે ઓગસ્ટથી તે નક્ષત્ર ચાલુ થશે.