khissu

ગુજરાત પર બીપોરજોય સંકટ: ગુજરાતનાં કયા કયા ભાગોમાંથી પસાર થશે વાવાઝોડુ?

ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે. આ સંકટનું નામ છે બિપોરજોય વાવાઝોડું. લોકો હજી પણ તૌકતેની તાકાતને ભૂલ્યા નથી. ત્યારે બિપોરજોયથી લોકોમાં ફરી ભય પેદા થયો છે. બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે, આ ચક્રવાત ગુજરાત પર ત્રાટકશે કે નહિ તે તેના સરક્યુલેશન લો પ્રેશર બાદ જ ખબર પડશે. તેના પર સતત નજર રાખી રહ્યાં છે. તેના બાદ જ કોઈ ચોક્કસ આગાહી કરી શકીશું.  

સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતની હાજરીને કારણે તેની ગુજરાત પર મોટી અસર જોવા મળી શકે છે.

12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. વાવાઝોડું 13 જુનના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે તેવી શક્યતા છે.

હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જેના બાદ 12 થી 14 જુન વચ્ચે ચક્રવાત આવશે. હાલ ચક્રવાતની તમામ હિલચાલ પર નજર રાખવામા આવી રહી છે. સાથે જ ચક્રવાતની તીવ્રતા કેટલી છે તેના પર પણ ફોકસ કરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું બાયપોરજોય ચક્રવાત ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાત પાસેથી ચક્રવાત પસાર થવાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, 13 થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે તોફાની સ્થિતિનું જોખમ છે. જો વાવાઝોડું વિખેરાઈ જાય તો તેના અવશેષો કરાચી, પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે.