રીતસરના ભૂક્કા કાઢશે વરસાદ; બંગાળની ખાડીનું લો-પ્રેશર મજબૂત, આજથી રાઉન્ડ ચાલુ, જાણો ક્યાં-ક્યાં?

રીતસરના ભૂક્કા કાઢશે વરસાદ; બંગાળની ખાડીનું લો-પ્રેશર મજબૂત, આજથી રાઉન્ડ ચાલુ, જાણો ક્યાં-ક્યાં?

છેલ્લે આગાહીમાં જણાવ્યું હતું તેમ આવતી કાલથી વરસાદનું જોર વધતું જશે કેમ કે બંગાળની ખાડીમાં બનેલ સિસ્ટમ ધીમે ધીમે આગલ વધી રહી છે, જેમની અસર ગુજરાતમાં શરૂ થઇ જશે.

11 તારીખ વાળી જે સિસ્ટમની વાત કરી હતી તે હવે આખરે ધીમે ધીમે આગળ વધવાની શરૂ થઈ છે. જેમને કારણે આજ સાંજથી વાતાવરણમાં પણ સુધારો થવાનો ચાલુ થઈ જશે.

આજે વાતાવરણ બદલતા પૂર્વ ગુજરાત, દક્ષિણ પૂર્વ ગુજરાતમાં કોઈ કોઈ જગ્યાએ સારો વરસાદ આવી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠે ઝાપટાં ચાલુ રહશે તેવી શક્યતા છે. સાથે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ આવી શકે છે. બીજે બધે વાતાવરણ પલટાઈ જશે. 

અતિભારે વરસાદ આગાહી? 
11 થી 14-15 જુલાઈમાં સીસ્ટમ સાવ નજીક આવવાથી ભારે થી અતિભારે વરસાદ અને ભુક્કા બોલવાનું શરૂ થઈ શકે છે. જેમાં પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર (દક્ષિણ, પશ્ચિમ, પૂર્વ અને મધ્ય) અને કચ્છમાં અતિભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો કોઈ કોઈ જગ્યાએ અતિભારે વરસાદની શક્યતા રહેલી છે.

બાકી રહેલ ઉત્તર ગુજરાતમાં કમ સે કમ એક સારો વરસાદ આવે તેવી પણ શકયતા રહેશે. સીસ્ટમ થોડી વિચિત્ર ગતિએ શરૂઆત કરી રહી હોવાથી થોડો ફેરફાર થઈ શકે છે. જેમની માહિતી આગળ જણાવવામાં આવશે.