ગુજરાત માટે આવી ખુશખબર, આવતીકાલથી કરી શકશો નવા કામની શરૂઆત, જાણો શું છે સમાચાર?

ગુજરાત માટે આવી ખુશખબર, આવતીકાલથી કરી શકશો નવા કામની શરૂઆત, જાણો શું છે સમાચાર?

નમસ્કાર ગુજરાત, ગુજરાતના લોકો વરસાદથી હવે થાકી ગયા છે અને એકધારો વરસાદ પડવાને કારણે ખેતીમાં નીંદણના કામો છે એ થયા નથી, સાથે ઘણા બધા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાને કારણે નુકસાન પણ થયું હતું જેનો પણ નિકાલ થયો નથી. અને એકધારો વરસાદ પડવાને કારણે તડકો પણ નિકળ્યો ન હતો જેમને કારણે રોગ શાળો પણ ફાટી નીકળ્યો હતો તો આ બધામાંથી હવે રાહત મળશે.

હવે ખેડૂતોને વરસાદથી વરાપ મળશે, આવનાર દિવસોમાં 10થી 15 દિવસ સુધી વરાપ રાઉન્ડ ચાલે તેવી શક્યતા છે. વેધરના ચાર્ટ મુજબ આવનાર 10 દિવસ સુધી ભારે વરસાદ કે નવા વરસાદનાં રાઉંડની કોઈ શકયતાં જણાતી નથી.

આજથી સૌરાષ્ટ્રમાં છુટા-છવાયા વિસ્તારમાં વરસાદની એકટોવિટી સાવ ઘટી જશે અને મોટા ભાગના વિસ્તારમાં વરાપ મળશે, હજુ બે-ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં થોડી વરસાદની એક્ટિવિટી ચાલુ રહેશે.

આગળ સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મુખ્યત્વે વરાપ સાથે તડકો રહેશે અને આગાહીના શરૂઆતના બે ત્રણ દિવસ બપોરબાદના સમયમાં લોકલ અસ્થિરતા ઉદભવે અને ક્યાંક સીમિત વિસ્તારમાં સારો વરસાદ પણ પડી શકે બાકી મોટા ભાગના વિસ્તારમાં વરાપ રહેશે.

આગાહીના સમયમાં અમુક વિસ્તારમાં છુટા છવાયા રેડા-ઝાપટા પણ પડી પડશે જેમાં પણ બે ત્રણ દિવસમાં દિવસો જતા જતા ઉતરોતર ઘટાડો થઈ જશે. જ્યારે કચ્છમા સારી વરાપ રહેશે. 

ખાસ નોંધ:- ચોમાસાની સિઝન હોવાને કારણે વાતાવરણમાં અને વેધર મોડલોમાં પલટો આવી શકે છે. ઓફિસિયલી વરસાદની આગાહી અને ખેતીના કામો માટે હવામાન વિભાગને અનુસરવું.