બેંક ઓફ બરોડાનાં ગ્રાહકો માટે મોટાં સમાચાર: જાણી લો આ 7 ફેરફારો નહીંતર નાણાંની લેવડ-દેવડ થશે રદ, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

બેંક ઓફ બરોડાનાં ગ્રાહકો માટે મોટાં સમાચાર: જાણી લો આ 7 ફેરફારો નહીંતર નાણાંની લેવડ-દેવડ થશે રદ, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

કોરોના મહામારી વચ્ચે ડીઝિટલ લેવડ-દેવડ મોટા પ્રમાણમાં વધ્યું છે ત્યારે બેંક ઓફ બરોડા (Bank Of Baroda - BOB) એ ઘણી એવી સુવિધાઓ બહાર પાડી છે જેનો લાભ ગ્રાહકો હવે ઘરે બેઠાં જ મેળવી શકે છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધી બેંક ઓફ બરોડાએ ઘણી બધી નવી સુવિધાઓ (સેવાઓ) બહાર પાડી છે તેની સાથો સાથ ઘણાં નિયમોમાં પણ ફેરફારો કર્યા છે. બેંકના આ ફેરફારો ગ્રાહકો માટે ફાયદાકારક છે. ૨૦૨૧માં અત્યાર સુધી બેંક ઓફ બરોડામાં થયા ૭ મોટાં ફેરફાર થયા છે. અહીં આપણે બેંક ઓફ બરોડાએ ૨૦૨૧માં કરેલા મહત્વપુર્ણ ફેરફારો અંંગે માહિતી મેળવીશું. 

૧) બેંક ઓફ બરોડાએ 'પોઝિટિવ પે સિસ્ટમ' બહાર પાડી.
બેંક ઓફ બરોડા (Bank Of Baroda - BOB) એ ગ્રાહકો માટે એક સારી સુવિધા શરૂ કરી છે. આ સુવિધાનું નામ 'પોઝિટિવ પે સિસ્ટમ' છે. આ સિસ્ટમ બેંકિંગ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે છે. છેતરપિંડીની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને બેંકે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay System) દ્વારા, ગ્રાહક ચેક દ્વારા કરવામાં આવેલા વ્યવહારો સુરક્ષિત કરી શકે છે. બેંક ઓફ બરોડામાં૧ જુનથી રૂ. 200000 થીવધુના ચેક પેમેન્ટ પર 'પોઝિટિવ પે સિસ્ટમ' ફરજીયાત કરી દેવામાં આવી છે. 

આ પણ વાંચો: BOB એ પોઝિટિવ પે સિસ્ટમ બહાર પાડી, આ પોઝિટિવ પે સિસ્ટમ શું છે? જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

૨) બેંક ઓફ બરોડાએ વોટ્સએપ બેંકિંગ બહાર પાડી.
જો તમે બેંક ઓફ બરોડાનું ડેબિટ કાર્ડ (ATM Card) ને બ્લોક કરવા માંગો છો અથવા બેંકમાં ચાલી રહ્યા વ્યાજના દર વિશેની માહિતી મેળવવા માંગો છો અથવા તો બેંક ઓફ બરોડા (BOB) ની નજીકની શાખા શોધવા માંગતા હો, તો તમે BOB ની વોટ્સએપ સુવિધાનો લાભ લઈ શકો છો. આ માટે, તમારે મોબાઇલની સંપર્ક સૂચિમાં બેંકના વ્હોટ્સએપ નંબર 8433888777 ને સેવ કરવો પડશે. આ નંબર દ્વારા તમે બેલેન્સ ચેક કરી શકશો, છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શન વિશેની માહિતી અને ચેક બુક માટે પણ અરજી કરી શકો છો. બેંક ઓફ બરોડામાં વોટ્સએપ કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે અને તેનો કઈ રીતે ઉપયોગ કરી શકાય? તે અંગેની માહિતી મેળવવા અહીં કલીક કરો. 

આ પણ વાંચો: SBI ના કોઈ કર્મચારીની ફરિયાદ કેવી રીતે કરી શકાય? જાણો ફરિયાદ કરવા માટેની સંપુર્ણ પ્રોસેસ...

૩) બેંક ઓફ બરોડાએ મહત્વપૂર્ણ નંબરો પાડ્યા.
ચાલો તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડા (BOB) દ્વારા ગ્રાહકો માટે જે મહત્વપૂર્ણ નંબરો બહાર પાડવામાં આવ્યા છે, તેની મદદથી તમે ઘરેથી જ બેંકની સુવિધાઓનો લાભ લઈ શકો છો. તમે તમારા ફોનમાં આ નંબરો ઝડપથી સેવ કરી લો.

1. તમારા એકાઉન્ટની બેલેન્સ જાણવા માટે - 8468001111
2. તમારા ખાતામાં છેલ્લા 5 વ્યવહારો જાણવા માટે - 8468001122
3. ટોલ ફ્રી નંબર - 18002584455/18001024455
4. બેંકની વ્હોટ્સએપ સેવાઓ માટે - 8433888777

૪) ૧ જુલાઈથી આ લોકોની ચેકબુક કામ નહીં કરે.
બે વર્ષ પહેલા વર્ષ 2019 માં, દેના બેંક (Dena Bank) અને વિજયા બેંક (Vijaya Bank) ને બેંક ઓફ બરોડા (Bank Of Baroda - BOB) માં મર્જ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ દેના બેંક અને વિજયા બેંકના ગ્રાહકો બેંક ઓફ બરોડામાં જોડાયા. હવે આ ગ્રાહકોની બેંક શાખાઓનો નવો આઈએફએસસી કોડ જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાએ આપ્યું મોટું નિવેદન: ૧ જુલાઈથી આ લોકોની ચેક બુક કામ નહીં કરે

બેંકોના મર્જ થયા પછી, ખાતા ધારકો માટે આઈએફએસસી કોડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જ્યાંથી તમને પૈસા મળી રહ્યા છે ત્યાં નવો કોડ અપડેટ કરવો જરૂરી છે. જો તમે નવો આઈએફએસસી કોડ અપડેટ કરશો નહીં, તો તમારા ખાતામાં જમા કરાયેલ પૈસા અટવાઈ શકે છે. નવા આઈએફએસસી કોડની સૂચિ બેંકની વેબસાઇટ પર અપડેટ કરવામાં આવી છે. આ સાથે જ આવા લોકોની જુની ચેકબુક ૧ જુલાઈથી કામ નહીં કરે.

૫) BOB એ M Connect Plus એપ બહાર પાડી.
આ સિવાય બેન્ક ઓફ બરોડા (BOB) એ તાજેતરમાં જ બરોડા એમ કનેક્ટ પ્લસ (Baroda M Connect Plus) એપ્લિકેશન શરૂ કરી છે. આ એપ્લિકેશન દ્વારા ગ્રાહકો બેંકિંગ સુવિધાનો લાભ મેળવી શકશે. ગ્રાહકોને બેન્કિંગ સુવિધાનો લાભ ચોવીસ કલાક મળી રહે તે માટે આ ડિજિટલ શાખા શરૂ કરવામાં આવી છે. જેમની પાસે તકનીકી જ્ઞાન છે, તેઓ આ સેવાનો વધુ યોગ્ય રીતે ઉપયોગ કરી શકશે.

૬) બેંક ઓફ બરોડાએ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો.
દેશની ત્રીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.  બેંક ઓફ બરોડાએ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR) માં કાપ મૂકવાની જાહેરાત કરી છે. બેંક ઓફ બરોડાથી પ્રાપ્ત માહિતી અનુસાર, બેંકે જુદા જુદા સમયગાળા અનુસાર એમસીએલઆરના દરમાં ઘટાડો કર્યો છે. મળતી માહિતી મુજબ નવા વ્યાજ દરો 12 જૂન, 2021 થી લાગુ કરવામાં આવ્યા છે. MCLR એટલે શું? તે અંંગેની માહિતી મેળવવા અહીં કલીક કરો.

૭) નાણાકીય વર્ષ 2020-21માં બેંક ઓફ બરોડાની અધધ 1,283 શાખા બંધ: ભારતીય રિઝર્વ બેંકે માહિતીના અધિકાર હેઠળ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં 10 સરકારી બેંકોની કુલ 2,118 બેંકિંગ શાખાઓ (Banks Branches) કાં તો કાયમ માટે બંધ કરવામાં આવી છે અથવા તો તેને અન્ય બેંક શાખાની સાથે મર્જ કરી દેવામાં આવી છે. આરટીઆઈ (Right to Information Act  - RTI) ના કાર્યકર ચંદ્રશેખર ગૌરે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકે તેમને ‘માહિતી અધિકાર અધિનિયમ’ હેઠળ આ માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, નાણાકીય વર્ષ 2020-21માં શાખા બંધ અથવા મર્જરની પ્રક્રિયાને કારણે, બેંક ઓફ બરોડાની સૌથી વધુ 1,283 શાખાઓ બંધ થઈ ગઈ છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.