khissu

બિપોરજોય વાવાઝોડું આવી રહ્યું છે, ગુજરાત જાણો ક્યારથી અસર ચાલુ?

ગુજરાત નીચે આવેલ સમુદ્ર એટલે કે અરબી સમુદ્ર અને આ અરબી સમુદ્રમાં વર્ષ 2023 નું પ્રથમ વાવાઝોડું બનશે. આ વાવાઝોડું વિશાળકાય બની શકે છે અને ચોમાસા પહેલા નુકસાન અને વરસાદ આપી શકે છે.

વાવાઝોડાનું નામ શું હશે?
આવનાર 48 કલાકમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનશે અને એ ડિપ્રેશન વાવાઝોડા સુધી જશે. અને એ વાવાઝોડાનુ નામ 'બિપોરજોય' (BiporJoy 2023 Arabian sea cyclone) આપવામાં આવશે. 

બિપોરજોય વાવાઝોડા ની અસર ગુજરાતમાં ક્યારથી? 
આવતીકાલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને બિપોરજોય વાવાઝોડાની અસર ધીમે ધીમે શરૂ થશે. 
ગુજરાત ઉપર બિપોરજોય વાવાઝોડા નો ખતરો મંડરાઈ રહ્યો છે.

વાવાઝોડું ગુજરાત ઉપર આવશે? 
ચાર જુનની અપડેટ મુજબ અરબી સમુદ્રમાં હજી લો-પ્રેશર બન્યું નથી, જ્યારે વાવાઝોડું બનશે ત્યાર પછી તેમનો ટ્રેક એટલે કે રસ્તો નક્કી થશે કે તે વાવાઝોડું ગુજરાતને હિટ કરશે કે નહીં. આગળ વધારે માહિતી Khissu ની Application દ્વારા જણાવવામાં આવશે. 

અંબાલાલ પટેલ દ્વારા પણ અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની આગાહી કરવામાં આવેલ છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પણ વાવાઝોડા અને ભારે પવન ને કારણે માછીમારોને ના ખેડવા ચૂસના આપવામાં આવી છે.