:હવામાન વિભાગના અનુમાન મુજબ બાયપર વાવાઝોડાએ દિશા બદલી છે. વાવાઝડો હવે ગુજરાતના દરિયામાં ટકરાશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. IMD સહિતની તમામ વેબસાઈટો પર કચ્છ-સૌરાષ્ટ્રમાંથી વાવાઝડો પસાર થાય તેવા સંકેત મળ્યા છે.
વાવાઝોડાની સ્થિતિને જોતા હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકિનારાને યલો એલર્ટ આપ્યું છે. છેલ્લા 52 કલાકથી વાવાઝોડું સતત ગુજરાત તરફ ફેટાઇ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, 14થી 15 જૂનની વચ્ચે વાવાઝોડું જખૌ-નલિયા તરફ પહોંચવાના સંકેત છે.
ચક્રવાતી વાવાઝોડું 'બિપરજોય' તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'બિપરજોય' આજે સવારે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડા (ESCS) માં તીવ્ર બન્યું છે અને તે પોરબંદરથી લગભગ 480 કિમી, દ્વારકાથી 530 કિમી અને નલિયાથી 610 કિમી દૂર છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડું 15 જૂનની બપોરના સુમારે સૌરાષ્ટ્ર-કચ્છ અને આજુબાજુના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.
માછીમારોને ચેતવણી
'બિપરજોય' ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના વચ્ચે ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત, દમણ અને દીવના દરિયાકાંઠે આવેલા માછીમારો અને ખલાસીઓને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. છેલ્લા એક સપ્તાહથી ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ માછીમારો સાથે નિયમિત સંપર્ક જાળવી રહ્યા છે અને તોફાન અંગે સાવચેત કરી રહ્યાં છે.