ગુજરાતમાં છેલ્લા બે ચાર દિવસથી કપાસના ભાવ સારા એવા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના એક મણનાં 1860 રૂપિયા બોલાયા હતા. આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાથી ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક મહિના અગાઉ કપાસના ભાવ 2000 રૂપિયાને પાર રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો હતો. ન્યુયોર્ક રૂ વાયદો છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહ્યો હોઇ અને બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો 89 સેન્ટ ઉપર જતાં અહીં કપાસ-રૂ બજારમાં મજબૂતી જોવા મળી હતી.
આ પણ વાંચો: મગફળી તેમજ કપાસની પુષ્કળ આવક, જાણો આજનાં બજાર ભાવ તેમજ આવકો વિશે
રાજકોટમાં 19000 કપાસની આવક નોંધાઇ હતી. મોટા ભાગના ખેડૂતો પાસે હાલ કપાસનો જથ્થો ખૂટવા આવી ગયો છે અને અગાઉ ઓછા ભાવે વેચાય ગયો છે. ત્યારે રાજકોટ યાર્ડમાં હાલ ઘઉં, જીરું, રજકાનુ બી વગેરે ની આવકો સારા એવા પ્રમાણમાં થઈ રહી છે. દરેક વખતે કપાસનો ભાવ જૂનો રેકોર્ડ તોડી રહ્યો છે.
આ પણ વાંચો: સર્વે + બજાર ભાવ: મગફળીમાં તેજી, 1950 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ માર્કેટ યાર્ડનાં ભાવ
આજે કપાસના ભાવમાં પ્રતિ મણે વધુ રૂ.20-25નો સુધારો જોવાતા એ ગ્રેડનો ભાવ રૂ.1750-1800 અને બી ગ્રેડનો ભાવ રૂ.1650-1750 બોલાયો હતો. કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 10/11/2022 ને ગુરુવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. 1913 સુધીનો બોલાયો હતો.
| તા. 10/11/2022 ગુરુવારના કપાસના બજાર ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1750 | 1860 |
| અમરેલી | 1200 | 1853 |
| સાવરકુંડલા | 1735 | 1824 |
| જસદણ | 1700 | 1850 |
| બોટાદ | 1651 | 1913 |
| મહુવા | 1681 | 1774 |
| ગોંડલ | 1766 | 1856 |
| કાલાવડ | 1700 | 1870 |
| જામજોધપુર | 1740 | 1846 |
| ભાવનગર | 1714 | 1793 |
| જામનગર | 1600 | 1895 |
| બાબરા | 1735 | 1858 |
| જેતપુર | 1486 | 1853 |
| વાંકાનેર | 1600 | 1850 |
| મોરબી | 1700 | 1860 |
| રાજુલા | 1700 | 1811 |
| હળવદ | 1675 | 1832 |
| વિસાવદર | 1695 | 1841 |
| તળાજા | 1655 | 1809 |
| બગસરા | 1770 | 1900 |
| જુનાગઢ | 1700 | 1790 |
| ઉપલેટા | 1650 | 1830 |
| માણાવદર | 1760 | 1850 |
| ધોરાજી | 1746 | 1841 |
| વિછીયા | 1680 | 1835 |
| ભેંસાણ | 1600 | 1860 |
| ધારી | 1380 | 1845 |
| લાલપુર | 1755 | 1885 |
| ખંભાળિયા | 1750 | 1808 |
| ધ્રોલ | 1650 | 1826 |
| પાલીતાણા | 1650 | 1811 |
| સાયલા | 1700 | 1845 |
| હારીજ | 1790 | 1838 |
| ધનસૂરા | 1600 | 1760 |
| વિસનગર | 1600 | 1824 |
| વિજાપુર | 1600 | 1841 |
| કુકરવાડા | 1750 | 1815 |
| ગોજારીયા | 1740 | 1812 |
| હિંમતનગર | 1591 | 1841 |
| માણસા | 1700 | 1823 |
| કડી | 1751 | 1881 |
| મોડાસા | 1600 | 1701 |
| પાટણ | 1700 | 1851 |
| થરા | 1770 | 1843 |
| તલોદ | 1728 | 1802 |
| સિધ્ધપુર | 1763 | 1846 |
| ડોળાસા | 1500 | 1815 |
| ટિંટોઇ | 1550 | 1752 |
| દીયોદર | 1680 | 1780 |
| બેચરાજી | 1740 | 1813 |
| ગઢડા | 1708 | 1828 |
| ઢસા | 1750 | 1821 |
| ધંધુકા | 1790 | 1861 |
| વીરમગામ | 1711 | 1824 |
| જાદર | 1465 | 1800 |
| જોટાણા | 1744 | 1764 |
| ચાણસ્મા | 1746 | 1797 |
| ભીલડી | 1512 | 1705 |
| ખેડબ્રહ્મા | 1740 | 1775 |
| ઉનાવા | 1661 | 1821 |
| શિહોરી | 1695 | 1795 |
| લાખાણી | 1700 | 1845 |
| સતલાસણા | 1650 | 1730 |
| ડીસા | 1581 | 1631 |
| આંબલિયાસણ | 1691 | 1790 |