સૌરાષ્ટ્રમાં સરેરાશનવા કપાસનાં ભાવ સુપર ક્વોલિટીમાં રૂ.૧૬૦૦ થી ૧૭૬૦, એવરેજમાં રૂ.૧૫૮૦ થી ૧૬૭૦ અને સી ગ્રેડમાં રૂ.૧૫૫૦થી ૧૬૦૦ હતાં.કપાસની બજારમાં કોઇ ખાસ કામકાજ ન હતા, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલ્ટા વચ્ચે ઝાપટાંઓ પડ્યા હતા, તો મહારાષ્ટ્ર અનેઆંધ્રના કપાસ ઉત્પાદીત સેન્ટરોમાં વરસાદના અહેવાલો હતા, આજે મહારાષ્ટ્રના કપાસની આવક ઘટી પાંચ-સાત ગાડીઓ હતી, તો ગુજરાતના પીઠાઓમાં પણ ગઇકાલની સાપેક્ષમાં કપાસની આવક ઘટી 1.23 લાખ મણ નોંધાઇ હતી.બ્રોકરોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવામાન પલ્ટોઆવ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાંથી આવી રહેલા કપાસની આવક ઓછી થઇ હતી. ઉત્તર ગુજરાત તરફ બે થી ત્રણ ગાડી સહિત મહારાષ્ટ્રમાંથી આજે માંડ પાંચ-સાત ગાડીઓ ઠલવાઇ હતી. મહારાષ્ટ્રના કપાસમાં 70 ટકા સુધી હવા આવી રહી છે ત્યારે ક્વોલિટી મુજબ રૂ.1400-1600 સુધીના ભાવ બોલાયા હતા, તો કાઠિયાવાડના કપાસના 40-45 ટકા હવાવાળા કપાસના રૂ.1600-1750ના ભાવ બોલાયા હતાં.
આ પણ વાંચો: તમારી સામાન્ય બચતના બદલામાં લાખોનું વળતર મેળવવા, આ સ્કીમમાં કરો રોકાણ
મહારાષ્ટ્રમાંથી કપાસની આવકો ઘટવા પાછળનું કારણ ખાનદેશ-ધુલિયા લાઇનમાં પડેલો વરસાદ અને ત્યાંને ત્યાં જ કપાસની સારી ડિમાન્ડ હોવાથી ત્યાં મોટાભાગનો કપાસ આ ભાવે ખપી જતો હોવાથી અહી કપાસની આવકો ઓછી છે. આ ભાવે પડતર ન હોવાથી જીનર્સોને આમેય અત્યારે ખરીદીનો કોઇ ઉત્સાહ નથી, તેવા સમયે વરસાદ પડતા પરિસ્થિતિ ડામાડોળ બની હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અને જે છૂટાછવાયા જીનર્સો ખરીદી ઇચ્છે છે તે પીઠાઓમાંથી સીધો કપાસ ખરીદી લે તેવું પણ બની રહ્યુંછે. હાલ કોઇને કામકાજનો મૂડ જ નથી.
આ પણ વાંચો: PM કિસાનના લાભાર્થીઓ લઇ શકશે એક શાનદાર યોજનાનો લાભ, સરકાર તરફથી મળશે આર્થિક મદદ
કપાસના ટ્રેડરોએ જણાવ્યુંહતું કે, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં વરસાદ માહોલ છે ત્યારે સૌથી પેચીદો પ્રશ્ન એ બન્યો છે કે, ખેતરોમાં કપાસ વીણી શકાય તેમ નથી. જોકે, ધીમે ધીમે કપાસની આવકો વધશે. અત્યારની પરિસ્થિતિમાં સારી ક્વોલિટીનો ગણી શકાય તેવો કપાસ રૂ.1800ના ભાવે વેચાઇ રહ્યો છે, તો જનરલ કપાસના રૂ.1500-1700 સુધીના ભાવ છે. બજારે એકંદરે સ્ટેબલ પોઝિશનમાં છે. મિલોવાળા એક્ટિવ નથી, હાલ બજારને ટ્રેડર્સે ફોર્વર્ડમાં કરેલા વેપારની ડિલિવરી પુરી પાડવાનું સ્ટેન્ડ મળ્યું હોવાથી એક તબક્કે ઘટતું અટકી ગયું છે. ખેડૂતો નીચા ભાવે કપાસ વેચવા માગતા નથી, આવકોનું જોઇએ તેવું પ્રેશર નથી, સામાન્યરીતે નવરાત્રી અને દશેરા પર્વઆસપાસ આવકોનું ખાસ્સુંપ્રેશર રહેતું હોય છે તેની સામે આ વર્ષે આવકો કપાઇ ગઇ છે.
હવે જાણી લઈએ આજનાં 08 સપ્ટેમ્બર 2022 ને શનિવારનાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1600 | 1822 |
જસદણ | 1350 | 1785 |
બોટાદ | 1410 | 1861 |
જામજોધપુર | 1411 | 1811 |
ભાવનગર | 1060 | 1782 |
જામનગર | 1400 | 1865 |
બાબરા | 1650 | 1840 |
મોરબી | 1651 | 1799 |
હળવદ | 1550 | 1800 |
વિસાવદર | 1515 | 1731 |
તળાજા | 1100 | 1771 |
ઉપલેટા | 1400 | 1810 |
વિછીયા | 1600 | 1780 |
લાલપુર | 1480 | 1820 |
ધ્રોલ | 1450 | 1736 |
પાલીતાણા | 1420 | 1790 |
હારીજ | 1670 | 1800 |
ધનસુરા | 1600 | 1750 |
વિસનગર | 1545 | 1823 |
વિજાપુર | 1625 | 1833 |
માણસા | 1300 | 1772 |
કડી | 1701 | 1800 |
પાટણ | 1500 | 1831 |
થરા | 1600 | 1711 |
સિદ્ધપુર | 1400 | 1860 |