વાવાઝોડાં સાથે વરસાદની આગાહી: આ વિસ્તારો સાવધાન

વાવાઝોડાં સાથે વરસાદની આગાહી: આ વિસ્તારો સાવધાન

આજે રાજ્યના મોટાભાગનાં વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની અસર વધુ રહેશે. અરબી સમુદ્રમાં હાલ મોટું લો પ્રેશર સિસ્ટમ  સક્રીય થઈ છે. જેના કારણે ભારે વરસાદની શક્યતા છે.

આજે કચ્છના ભાગોમાં અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્રમાં આજે દેવ ભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાં કોઈક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે અમરેલી, ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: આજે રાત્રે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે કરી મોટી આગાહી

જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મહેસાણા તેમજ અરવલ્લીના ભાગોમાં છૂટા છવાયા સ્થળોએ હળવો થી ભારે વરસાદ વરસી શકે છે.

જ્યારે મધ્ય ગુજરાતમાં આજે અમદાવાદ, ખેડા અને મહીસાગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, અરવલ્લી અને છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: એલર્ટ: ભારે વરસાદની આગાહી, આવતી કાલે આટલા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

જ્યારે દક્ષિણ ગુજરાતમાં આજે સુરત, નવસારી અને વલસાડ તેમજ નર્મદાના વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે તાપી, ડાંગ અને ભરૂચમાં હળવો વરસાદ કોઈક સ્થળોએ વરસી શકે છે.

આજે ભારે પવન ફુંકાવાને લઈને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના વિવિધ દરીયાકાંઠે કરંટ જોવા મળી રહ્યો છે. વિવિધ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનાં દરિયામાં ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે. આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાશે.