khissu

ચાણકય નીતી: આ ચાર વાતો પત્નિને ક્યારેય પણ ન કરવી, ચાણકય એ નિતી શાસ્ત્રમાં કર્યો ઊલ્લેખ, જાણો શું છે આ ચાર વાતો

મહાન અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને કુટ નીતિજ્ઞ આચાર્ય ચાણક્ય ખૂબ જ હોશિયાર હતા. તેને પોતાની નીતિનાં દમ પર જ નંદવંશ નો નાશ કર્યો હતો, અને ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યો હતો. આચાર્ય ચાણક્ય સમાજને સારી રીતે સમજતા હતા. તેમના દ્વારા એક પુસ્તક લખાયેલ છે, જેમાં જીવનને સુખી બનાવવા માટેના ઉપયોગી સૂચનો આપવામાં આવ્યા છે.

આચાર્ય ચાણક્ય દ્વારા આપવામાં આવેલા સૂચનો આજના સમયમાં જીવન સાથે સુસંગત બેસી જાય છે. ચાણક્યએ પોતાનાં નીતિ શાસ્ત્રમાં આવી 4 બાબતોનો ઉલ્લેખ કર્યો છે જે પુરુષોને તેની પત્નીને ભૂલથી પણ ન કહેવી જોઈએ.

પતિએ ક્યારેય પણ પત્નિને આવક વિશે ન કહેવું જોઈએ:- આચાર્ય ચાણક્ય એ પોતાનાં નીતિ શાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે પતિ એ ક્યારેય પણ પોતાની આવક વિશે પત્નિ ને ન કહેવું જોઈએ. આચાર્ય ચાણક્ય નુ માનવું હતું કે જો પત્નીને તેના પતિની આવક વિશે ખબર પડી જશે તો તે પૈસા ખર્ચ કરવા પર રોક લગાવી શકે છે. ઘણીવાર પત્ની જરૂરી ખર્ચ કરવા માટે પણ પતિને રોકી શકે છે.

કમજોરી:- પતિએ ક્યારેય પણ પોતાની કમજોરી વિશે પત્નીને વાત ન કરવી જોઈએ. જો પત્નિને તેના પતિની કમજોરી વિશે જાણ થઈ જશે તો વારંવાર તેની જીદ પૂરી કરવા પતિની કમજોરી નો સહારો લેશે. એવામાં આચાર્ય ચાણક્ય નુ માનવું છે કે પતિએ પોતાની કમજોરી હંમેશા છુપાવવી જોઈએ.

અપમાન:- પુરુષોએ આ વાતનું હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે કયારેય પણ પોતાના અપમાન વિશે પત્નિને વાત ન કરવી. આ અંગે, આચાર્ય ચાણક્યનું માનવું હતું કે જો પત્નીને તેના પતિના અપમાન વિશે જાણ થઈ જશે તો વારંવાર તે મેણાં મારશે.

દાન:- જો પતિએ કોઈને દાન આપ્યું છે, તો પછી પત્નીને ભૂલથી પણ આ વાતનો ઉલ્લેખ ન કરવો જોઇએ.  આ અંગે, આચાર્ય ચાણક્યનું માનવું હતું કે જો પત્નીને તેના પતિના દાન વિશે ખબર પડે, તો પત્ની વારંવાર પતિને ટોન્ટ મારશે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.