khissu

ચોર કી દાઢી મે તિન્કા! રાજદ્રોહનાં કાયદાથી સરકાર ને આટલો લગાવ કેમ? રાજદ્રોહનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય કેમ બન્યો? જાણો સરળ શબ્દોમા

 અંગ્રેજોએ ભારતના લોકો પર અત્યાચાર કરવા કાનૂન બનાવ્યા હતા. અંગ્રેજોએ પોતાના દેશમાંથી રાજદ્રોહનો કાયદો નાબૂદ કર્યો, પરંતુ ભારત હજુ પણ અંગ્રેજોના આ કાયદાની જાળવણી કરી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યારે કોઈ પક્ષને અન્ય પક્ષ અથવા વ્યક્તિની વાત પસંદ ન આવે ત્યારે દેશદ્રોહ નો ગુનો લાદવામાં આવે છે. 

રાજદ્રોહ એટલે કે કલમ 124A. શું આજની તારીખમાં રાજદ્રોહ કાયદાની જરૂર છે ખરી? શું સરકાર વિરુદ્ધ બોલવું રાજદ્રોહ નો ગુનો છે? જેણે અંગ્રેજોની વિરૃદ્ધ વાત કરી, અગ્રેજો તેને દેશદ્રોહી કહેતા, જે લોકો અંગ્રેજોની ખુશામત કરતા તે રાજ ભક્ત હતા અને જેઓએ તેમના દેશ માટે અવાજ ઉઠાવ્યો તે દેશદ્રોહી બન્યા. હવે દેશમાં ન તો બ્રિટિશ શાસન છે અને ન તો દેશ ગુલામ છે. આજની તારીખમાં આ કાયદો કેમ છે ? જેની તમામ જાણકારી તમને સરળ શબ્દોમાં જણાવીશું.

રાજદ્રોહનો મુદ્દો કેમ ચર્ચામાં આવ્યો:- મિત્રો રાજદ્રોહ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે કારણ કે 2014 થી અત્યાર સુધીમાં 559 લોકોની ધરપકડ રાજદ્રોહનાં ગુના હેઠળ કરવામાં આવી છે પરંતુ માત્ર 18 વ્યક્તિ જ રાજદ્રોહી સાબિત થયા છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનાં N. V. Ramana એ ખૂબ જ કડકાઈ થી કહ્યું કે જો કોઈ પક્ષ વિરોધી પક્ષની વાત નથી સાંભળવા માંગતો તો તે આસાનીથી તેની સામે રાજદ્રોહનાં કાયદાનો ઊપયોગ કરે છે. એટલે કે જે રીતે અંગ્રેજો તેમની સામે ઉભરતા અવાજોને દબાવવા માટે રાજદ્રોહના કાયદા લાદતા હતા અને ક્રાંતિકારીઓ જેલમાં સડતા હતા એવી રીતે આ કાયદાનો ઉપયોગ હાલ રાજકારણમાં થઈ રહ્યો છે.

શું આજનાં નવા ભારતમાં અંગ્રેજોના રાજદ્રોહ કાયદાની જરૂર છે ખરી? 
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા નાં એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ ને કહેવામાં આવ્યું કે તમારી સરકાર એટલે કે ભાજપ સરકારે ઘણા જૂના કાયદાઓ રદ કર્યા છે, તો તમારી સરકાર IPC ની કલમ 124A ને શા માટે રદ નથી કરતી. ચીફ જસ્ટિસ N. V. Ramana એ પૂછ્યું કે આઝાદીના 75 વર્ષ પછી પણ આ કાનૂન ની જરૂરી શા માટે? આ કાયદાનો ઊપયોગ તો બ્રિટિશ સરકાર ક્રાંતિકારી વિરૃદ્ધ કરતી હતી. મહાત્મા ગાંધીજી અને બાળ ગંગાધર તિલક જેવા લોકો પર રાજદ્રોહની કલમ લગાડવામાં આવતી હતી. સરકારી પક્ષોનું કહેવું છે કે રાજદ્રોહની કલમને રદ ન કરી શકાય. દેશની એકતા અને અખંડિતતા માટે તેનું મહત્વ જરૂરી છે.

રાજદ્રોહ નાં ગુનામાં સજા કેટલી હોય છે? 
ઇન્ડીયન પીનલ કોડ ની કલમ 124-A એટલે કે રાજદ્રોહ. આ એક પ્રકારનો બિન જામીનપાત્ર ગુનો છે. ભારતમાં કોઈ વ્યક્તિ શબ્દો, લેખિત, ચિત્ર કે વીડિયોનાં માધ્યમથી કાયદા દ્વારા સ્થાપિત સરકાર વિરુદ્ધ વિદ્રોહને ઉશ્કેરે તો તેની સામે આ ગુનો નોંધાય છે. આ ગુનામાં ત્રણ વર્ષ અથવા આજીવન કેદની સજા અને દંડની જોગવાઇ પણ કરવામાં આવી છે. રાજદ્રોહમાં દોષિત થયેલી વ્યક્તિ સરકારી નોકરી માટે અરજી કરી શકતી નથી અને તેનો પાસપોર્ટ રદ થઈ જાય છે.