રેઇન કોટ કાઢી રાખજો, વરસાદના નવા રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર, આગાહિકારો ની નવી આગાહી આવી ગઈ

રેઇન કોટ કાઢી રાખજો, વરસાદના નવા રાઉન્ડ માટે થઈ જાઓ તૈયાર, આગાહિકારો ની નવી આગાહી આવી ગઈ

હવામાન વિભાગની આગાહી ઉપરાંત, હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે ચોમાસું ફરી સક્રિય થશે. ચોમાસુ સિસ્ટમ 15 ઓગસ્ટની આસપાસ સક્રિય થઈ શકે છે અને ગુજરાતમાં વરસાદ લાવશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હાલમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ગુજરાતમાં 12 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટા વધી શકે છે.

તેમણે કહ્યું કે 17 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેનો ટ્રેક મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આવશે, જેના કારણે 20 ઓગસ્ટથી કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, નવસારી, સુરત, આહવા, વલસાડ, ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તો, દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા ફરી સક્રિય થશે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી ખેતી પાક માટે સારું માનવામાં આવશે અને 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું માનવામાં આવશે નહીં.

હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પણ ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી કરી છે. તેમના મતે, 10 ઓગસ્ટ સુધી સારા વરસાદની કોઈ શક્યતા નથી. 10 ઓગસ્ટ પછી, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે, ત્યારબાદ તેનો ટ્રેક ફિક્સ થશે, આપણે વરસાદના આગામી રાઉન્ડ વિશે ચોક્કસ માહિતી મેળવી શકીશું. 17 થી 20 ઓગસ્ટ સુધી સારો વરસાદ પડશે અને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે.