આજથી  ગુજરાતમાં મેઘો મંડાશે, ભારે વરસાદની આગાહી

આજથી ગુજરાતમાં મેઘો મંડાશે, ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમા વરસાદને લઈને આગામી 24 કલાક માટે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં ગુજરાતથી લઈને મહારાષ્ટ્રના દરિયા કિનારાનાં વિસ્તારોમાં ઓફ શોર્ટ ટ્રફ સક્રિય થયુ છે. જેને કારણે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહીત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમા જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર સોમનાથનાં અમુક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  

જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને મહેસાણા સહિતના વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી ઝાપટા વરસી શકે છે.

કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભુજ, માંડવી, નખત્રાણા, મુદ્રા સહિતનાં વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 4 જુલાઈએ ઓડિશાની નજીક લો પ્રેશર સર્જાશે જેની અસર હેઠળ 5 જુલાઈ પછી પણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ વરસી શકે.