તૈયારીમાં રહેજો, કોલ્ડવેવ ની આગાહી આવી ગઈ, હાડ થીજવતી ઠંડીની આગાહી જાણી લેજો

તૈયારીમાં રહેજો, કોલ્ડવેવ ની આગાહી આવી ગઈ, હાડ થીજવતી ઠંડીની આગાહી જાણી લેજો

રાજ્યમાં ફરી એકવાર ધીરે ધીરે ઠંડીની શરુઆત થઈ રહી છે. શિયાળામાં પણ માવઠાની શક્યતાઓ અને અરબ સમુદ્ર તેમજ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા હવાના દબાણને કારણે કેટલાક દિવસ માટે શિયાળાની આગળ વધવાની ઝડપ જાણે ઘટી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.પરંતુ પાછલા 24 કલાકમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને સરેરાશ સમગ્ર ગુજરાતમાં ઠંડીના અનુભવમાં વધારો થયો છે. જોકે અહીં એ નોંધવું રહ્યું કે ટેમ્પરેચરમાં કોઈ ખાસ ઘટાડો થયો નથી પરંતુ હવામાં સુક્કુ થઈ જતા ઠંડીનો અનુભવ વધ્યો છે. આ સાથે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન કોલ્ડ વેવ વિશે પણ હવામાન વિભાગે ભુક્કા કાઢતી આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક સમગ્ર ગુજરાતમાં હવામાન સુક્કુ રહેવાનું છે. રાજ્યમાં મિનિમમ ટેમ્પરેચરમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. હવામાન વિભાગે જણાવ્યા મુજબ કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન નોર્મલ રેન્જથી નીચું રહેશે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં લઘુતમ તાપમાન નોર્મલ રેન્જથી ઉપર રહેશે.

જો હવે વાત કરીએ આગામી મહિનાઓમાં ઠંડીની આગાહી માટે તો હવામાન વિભાગના દ્વારા સમગ્ર દેશને આવરી લેતી આગાહીમાં કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પૂર્વ મહારાષ્ટ્ર, ગુજરાતના અમુક ભાગ, પંજાબ, હરિયાણા, દિલ્હી, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેલંગાણામાં શીતલહેર છવાઈ જશે. હવામાન વિભાગે જણાવ્યું કે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી કડકતી ઠંડી પડવાની છે. હવામાન વિભાગનું માનવું છે કે આ વખતે ઠંડી હાડ થીજવતી પડવાની છે

ગુજરાતમાં ઠંડી અંગે વધુ એક નિષ્ણાતે પણ આગાહી કરી છે. જેમાં હવામાન નિષ્ણાત અશોક દેસાઈએ આગાહીમાં જણાવ્યું છે કે, સામાન્યરીતે શિયાળામાં જે તાપમાન રહેતું હોય છે તે હાલ લા નીનોને કારણે જે સિસ્ટમ બની રહી છે તેના કારણે અને પેસિફિક સાગરમાં જે અલનીનો થવો જોઈએ તેના ટકા નીચે ગયા છે. આ કારણે જે દિતવાહ, સિંમધર જેવા વાવાઝોડા બન્યા તેની અસરને કારણે વાદળની ચાદર આવે છે અને ભેજનું પ્રમાણ જમીન પર વધારે થયા છે. જેના કારણે આપણા પાકને નુકસાન થાય છે આ સાથે તાપમાન પણ મેઇન્ટેઇન થતું નથી. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધારે રહે છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, લાનીનોનું જોર ઓછું નહીં થાય ત્યાં સુધી આપણે એક બાદ એક સિસ્ટમોનો સામનો કરવો રહ્યો. હાલ 24મી ડિસેમ્બર સુધી તાપમાનમાં ઘટાડો નહિવત્ માલુમ પડે છે. જેના પછી શિયાળો જામશે. અશોક દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે, લાનીનોની અસર આખા એશિયામાં પડે છે. 24 ડિસેમ્બર પહેલા પણ ઠંડી તો આવશે પરંતુ એક બાદ એક સિસ્ટમોને કારણે આખા ભારતમાં ઠંડા પવનો ફૂંકાવવા જોઈએ તે નથી આવી રહ્યા. 24મી પછી અલનીનોનો પ્રભાવ વધી જશે તેના કારણે ગુજરાતનાં હવામાન પર અસર નહીં થાય અને ઠંડી જામશે