khissu

આવતી કાલથી નક્ષત્ર બદલાશે: ખેતી + નવરાત્રીમાં વરસાદ વિઘ્ન! વાતાવરણમાં અચાનક પલ્ટો; જાણો આગાહી

Whether model મુજબ આજથી ગરબાની રમઝટની સાથે સાથે મંડાણી વરસાદની રમઝટની પણ શરૂઆત થશે. જે રમઝટ 4 ઓક્ટોબર સુધી જોવા મળશે. જેમાં ખાસ કરીને સૌથી વધુ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં મંડાણી વરસાદની શક્યતા સારી રહેશે. જ્યારે બાકીના બીજા વિસ્તારોમાં પણ અમુક અમુક વિસ્તારોમાં મેઘરાજા ગાજવીજ સાથે જમાવટ કરશે. હસ્ત નક્ષત્ર ની શરૂઆત સાથે વાતાવરણ માં થોડો ફેરફાર જોવા મળશે. 

ચોમાસાના સારા વરસાદ માટે છેલ્લું ગણાતું નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્ર. રાજ્યમાં આવતીકાલથી સૂર્યનો હસ્ત એટલે કે હાથી નક્ષત્રમાં પ્રવેશ થશે. આવતીકાલે એટલે કે 27 સપ્ટેમ્બરના રોજ 12:44 એ સૂર્યનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ થશે. નવરાત્રીની શરૂઆત થતા જ આજે અમદાવાદ સૌરાષ્ટ્ર વડોદરા સહિત ઘણા વિસ્તારોમાં સામાન્ય હળવા ઝાપટાં નોંધાયા છે.

હાથી નક્ષત્રનું વાહન અને લોક વાયકા?
હાથી નક્ષત્રનું વાહન શિયાળ છે. ભારે વરસાદનું છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે, ત્યાર પછી વરસાદના બે નક્ષત્ર હોય છે સ્વાતિ અને ચિત્રા! પરંતુ તેમાં સામાન્ય હળવો વરસાદ હોય છે અથવા તો નહીવત વરસાદ હોય છે.
" જો વર્ષે હાથીઓ તો મોતિયે પુરાય સાથીઓ"
"હાથીઓ વર્ષે હાર તો આખું વરહ પાર"
એટલે કે આખા ચોમાસા દરમિયાન પાણીની અછત રહી હોય અને જો હસ્ત નક્ષત્રની અંદર વરસાદ થાય તો આખું વર્ષ ખેડૂતો પાર ઉતરી જાય. હસતા નક્ષત્રમાં પડતો વરસાદ બપોર પછી હોય છે. 

આ નક્ષત્રમાં વરસાદની આગાહી?
હસ્ત નક્ષત્રની શરૂઆત સાથે વાતાવરણમાં થોડો પલટો આવશે અને જેમને કારણે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ એ માત્ર એક થી બે દિવસ સુધી જોવા મળશે, ત્યાર પછી એક અઠવાડિયા સુધી વરસાદની કોઈ શક્યતાઓ રહેલી નથી. છેલ્લે જે રીતે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં વરાપનો માહોલ જોવા મળ્યો હતો તેઓ માહોલ જોવા મળી શકે છે. 

હવામાન વિભાગે પણ ચોમાસાની વિદાય જાહેર કરી દીધી છે. એટલે કે એન્ટિ સાઇક્લોનિક સિસ્ટમ ઉત્તર ભારતના રાજ્યો સાથે બની ચુકી છે અને ધીમે ધીમે ગુજરાતમાં પણ એ લાગુ પડશે જેમને કારણે હવે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે. છેલ્લા વર્ષની જેમ આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે નહીં વહેલા વિદાય લઈ લેશે. ગુજરાતી મિત્રો માહિતી ગમી હોય તો Khissu પેજ ને like કરી પોસ્ટ દરેક ગુજરાતી સુધી પહોંચાડી દેજો.