ગુજરાતમાં કપાસની આવકોમાં ધીમો વધારો હતો અને મહારાષ્ટ્રની આવકો પણ છેલ્લા બે-ચાર દિવસથી સારી થઈ રહી છે. જો આવકો આવીને આવી જ રહેશે તો ભાવમાં વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે.
કપાસનાં વેપારીઓ કહેછેકે કપાસની બજારમાં હવે વધુ ઘટાડો થાય તેવી સંભાવનાં વધારે દેખાય રહી છે. ગુજરાતમાં કપાસના ભાવમાં મણે રૂ.૨૫થી વધુનો ઘટાડો દેખાય રહ્યો છે. કપાસિયા ઘટી રહ્યાં છે અને રૂની બજારો પણ ખાસ વધતી નથી.
આ પણ વાંચો: કપાસ અને મગફળીના ભાવ નવી સપાટીએ, જાણો તમારા માર્કેટ યાર્ડમાં કેવા છે પાકોના ભાવ ?
દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૪૩ લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલની તુલનાએ ૧૮થી ૧૯ હજાર ગાંસડીનો વધારો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૩ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૦ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૧ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૪૬ હજાર ગાંસડી, કર્ણાટકમાં નવ હજાર, આંધ્ર પ્રદેશમાં સાત હજાર ગાંસડી, તેલંગણામાં ૧૪ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ૨૫૦૦ ગાંસડીની આવક થઈ હતી.
આ પણ. વાંચો: શું 2000 ને પાર પહોંચશે હવે કપાસના ભાવ ? જાણો આજનાં તાજા કપાસના ભાવ
કપાસના બજાર ભાવ (31/01/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| અમરેલી | 1355 | 1700 |
| સાવરકુંડલા | 1580 | 1682 |
| જસદણ | 1500 | 1700 |
| બોટાદ | 1690 | 1801 |
| મહુવા | 1021 | 1648 |
| ગોંડલ | 1001 | 1716 |
| કાલાવડ | 1600 | 1730 |
| જામજોધપુર | 1560 | 1745 |
| ભાવનગર | 1560 | 1659 |
| બાબરા | 1620 | 1740 |
| જેતપુર | 1200 | 1741 |
| વાંકાનેર | 1350 | 1690 |
| મોરબી | 1585 | 1721 |
| હળવદ | 1500 | 1675 |
| વિસાવદર | 1605 | 1671 |
| તળાજા | 1300 | 1675 |
| બગસરા | 1550 | 1714 |
| જુનાગઢ | 1350 | 1630 |
| ઉપલેટા | 1550 | 1695 |
| માણાવદર | 1550 | 1765 |
| ધોરાજી | 1401 | 1686 |
| વિછીયા | 1640 | 1720 |
| ભેસાણ | 1500 | 1725 |
| ધારી | 1420 | 1701 |
| લાલપુર | 1527 | 1700 |
| ખંભાળિયા | 1575 | 1686 |
| ધ્રોલ | 1425 | 1696 |
| પાલીતાણા | 1500 | 1650 |
| હારીજ | 1450 | 1665 |
| ધનસૂરા | 1500 | 1615 |
| વીસનગર | 1400 | 164 |
| વિજાપુર | 1500 | 1685 |
| કુંકરવાડા | 1480 | 1635 |
| ગોજારીયા | 1450 | 1647 |
| હિમતનગર | 1520 | 1696 |
| માણસા | 1200 | 1663 |
| કડી | 1450 | 1691 |
| મોડાસા | 1500 | 1575 |
| પાટણ | 1451 | 1656 |
| તલોદ | 1576 | 1638 |
| ડોળાસા | 1345 | 1705 |
| ટીટોઇ | 1501 | 1622 |
| દીયોદર | 1580 | 1650 |
| બેચરાજી | 1500 | 1631 |
| ગઢડા | 1600 | 1710 |
| ઢસા | 1600 | 1698 |
| કપડવંજ | 1300 | 1450 |
| ધંધુકા | 1600 | 1680 |
| વીરમગામ | 1481 | 1678 |
| જોટાણા | 1400 | 1640 |
| ચાણસ્મા | 1379 | 1634 |
| ભીલડી | 1295 | 1586 |
| ખેડબ્રહ્મા | 1601 | 1670 |
| ઉનાવા | 1401 | 1680 |
| લાખાણી | 1550 | 1551 |
| ઇકબાલગઢ | 900 | 1651 |
| સતલાસણા | 1500 | 1625 |