દિપાવલી મહાપર્વના મિની વેકેશન બાદ પાટણ નવાગંજ માર્કેટયાર્ડ પુનઃ ધમધમતું થયું છે. માર્કેટયાર્ડમાં પ્રથમ દિવસે કપાસ, એરંડા, રાયડો સહિત વિવિધ જણસોની મોટા પ્રમાણમાં આવકો શરૂ થઈ જવા પામી છે.
વિશ્વભરની બજારોમાં રૂના ભાવ જેના આધારે નક્કી થાય છે તે ન્યૂયોર્ક રૂ વાયદામાં ઉથલ પાથલનો દૌર શરૂ થયો છે. સટ્ટાખોરી તો ચાલતી જ હતી, પરંતુ અત્યારે રૂ વાયદામાં જે રીતે કામકાજ થઇ રહ્યું છે તે જોતા એટલું જરૂર સમજી શકાય છે કે, એ વધઘટ ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે થતી હોય પરંતુ તેની સીધી અસગ ગામડાંઓમાં યાર્ડોમાં વેચાઇ રહેલા કપાસની માર્કેટ પર વધતા ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે.
હાલ સ્થિતિ એવી છે કે, આવકો જ નથી. ભલે જીનર્સોને ડીસ્પેરિટીનો ઇશ્યુ સતાવે છે પરંતુ બીજી તરફ જોઇએ તેટલી આવકો જ નથી. ખેડૂતોની ઊંચા ભાવની આશાએ કપાસ પર મજબૂત પક્કડ છે, તો પરપ્રાંતમાંથી પણ બહારનો કપાસ આવતો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના વાયદામાં થઇ રહેલી ઉથલ પાથલનો મુદ્દો જીનર્સોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે કપાસના ભાવમાં પ્રતિ મણે વધુ રૂ.20-25નો સુધારો જોવાતા એ ગ્રેડનો ભાવ રૂ.1750-1800 અને બી ગ્રેડનો ભાવ રૂ.1650-1750 બોલાયો હતો. પીઠાઓમાં કપાસની 1.64 લાખ મણની આવક નોંધાઇ હતી.
| તા. 04/11/2022 શુક્રવારના કપાસના બજાર ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1680 | 1810 |
| અમરેલી | 1300 | 1799 |
| સાવરકુંડલા | 1650 | 1785 |
| જસદણ | 1680 | 1800 |
| બોટાદ | 1640 | 1868 |
| ગોંડલ | 1541 | 1816 |
| કાલાવડ | 1600 | 1833 |
| જામજોધપુર | 1650 | 1781 |
| ભાવનગર | 1625 | 1776 |
| જામનગર | 1500 | 1845 |
| બાબરા | 1685 | 1795 |
| જેતપુર | 1000 | 1831 |
| વાંકાનેર | 1680 | 1839 |
| મોરબી | 1690 | 1794 |
| રાજુલા | 1660 | 1777 |
| હળવદ | 1650 | 1799 |
| વિસાવદર | 1665 | 1781 |
| બગસરા | 1700 | 1794 |
| જુનાગઢ | 1600 | 1741 |
| ઉપલેટા | 1650 | 1790 |
| માણાવદર | 1690 | 1835 |
| ધોરાજી | 1731 | 1761 |
| વિછીયા | 1650 | 1750 |
| ભેંસાણ | 1650 | 1794 |
| ધારી | 1505 | 1765 |
| લાલપુર | 1671 | 1780 |
| ખંભાળીયા | 1650 | 1727 |
| ધ્રોલ | 1631 | 1782 |
| દશાડાપાટડી | 1601 | 1710 |
| પાલીતાણા | 1650 | 1740 |
| સાયલા | 1675 | 1801 |
| હારીજ | 1710 | 1781 |
| ધનસૂરા | 1550 | 1670 |
| વિસનગર | 1500 | 1762 |
| વિજાપુર | 1650 | 1768 |
| કુકરવાડા | 1701 | 1760 |
| ગોજારીયા | 1710 | 1766 |
| હિંમતનગર | 1581 | 1781 |
| માણસા | 1551 | 1768 |
| કડી | 1650 | 1789 |
| મોડાસા | 1550 | 1687 |
| પાટણ | 1635 | 1770 |
| થરા | 1700 | 1761 |
| તલોદ | 1685 | 1725 |
| સિધ્ધપુર | 1643 | 1780 |
| ડોળાસા | 1555 | 1800 |
| ટિંટોઇ | 1550 | 1700 |
| દીયોદર | 1660 | 1700 |
| બેચરાજી | 1650 | 1721 |
| ગઢડા | 163 | 1774 |
| ઢસા | 1670 | 1805 |
| કપડવંજ | 1400 | 1450 |
| ધંધુકા | 1660 | 1785 |
| વીરમગામ | 1723 | 1765 |
| જોટાણા | 1471 | 1676 |
| ચાણસ્મા | 1611 | 1743 |
| ખેડબ્રહ્મા | 1725 | 1750 |
| ઉનાવા | 1695 | 1785 |
| શિહોરી | 1670 | 1765 |
| લાખાણી | 1670 | 1751 |
| ઇકબાલગઢ | 1631 | 1718 |
| સતલાસણા | 1500 | 1641 |
| ડીસા | 1551 | 1610 |
| આંબલિયાસણ | 1635 | 1731 |