આર્થિક ક્ષેત્રે મંદી થાય એ પહેલા ડુંગળીની બજારમાં મંદીનો માહોલ છવાય ગયો છે. ડુંગળીનાં ભાવ સરેરાશ સારી ક્વોલિટીમાં મણનાં રૂ.૨૦૦ની અંદર આવી ગયાં છે. માર્ચ મહિનાની આખરની રજાઓ બાદ ડુંગળીનાં ભાવ ઝડપથી ઘટ્યાં છે અને હાલ તેમાં સુધારો થાય તેવા કોઈ સંકેત દેખાતા નથી. કેન્દ્ર સરકાર પણ ડુંગળીનાં ખેડૂતોને બચાવવા માટે હાલ કોઈ જ પગલા લેવા તેવા કોઈ સંકેત મળતા નથી, જેને પગલે આગામી થોડા દિવસો બજારો નીચા જ રહે તેવી ધારણાં છે.
વેપારીઓ કહે છેકે હાલ આવકો સારીછે અને સામે લેવાલી નથી. સ્ટોકિસ્ટોપણ આ ભાવથી લેવાલ તૈયાર નથી, જો ડુંગળીનાં ભાવ રૂ.૧૫૦ની અંદર આવી જાય તો સ્ટોકિસ્ટોની ઘરાકી આવી શકે છે. નિકાસ વેપારો જે થવા જોઈએ એટલા થતા નથી, કારણ કે શિપિંગ ભાડા બહુ ઊંચા છે.ગોંડલમાં લાલ ડુંગળીની આઠ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૪૬થી ૧૮૧નાં હતાં. જ્યારે સફેદમાં ૧૨ હજાર કટ્ટાનાં વેપાર સામે ભાવ રૂ.૧૨૬થી ૧૫૬નાં હતાં. સરેરાશ મણે રૂ.૧૦ ઘટ્યાં હતાં. રાજકોટમાં ડુગંળીની ૩૬૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૪૧થી ૧૮૫ના હતાં.
મહુવામાં લાલ ડુંગળીનાં ૨૩ હજાર થેલાનાં વેપાર સામે ભાવ રૂ.૭૦થી ૧૯૭ અને સફેદમાં ૪૫ હજાર થેલીનાં વેપાર સામે ભાવ રૂ.૧૨૦થી ૨૨૫નાં હતાં.
મગફળીનાં ભાવ છેલ્લા બે દિવસમાં થોડા વધતા અને ગરમીનું પ્રમાણ છેલ્લા થોડા દિવસથી વધી રહ્યું હોવાથી મગફળીનાં સ્ટોકમં ડંખી પડવા લાગી છે જેને પગલે ખેડૂતો હવે મગફળી બજારમાં ઠલવવા લાગ્યાં હોવાથી બુધવારે મગફળીની આવકોમાં અચાનક વધારો જોવામળ્યો હતો. રાજકોટ અને ગોંડલ જેવા બે મુખ્યસેન્ટરોમાં જ મગફળીની આવકો ૬૦ હજાર ગુણીની ઉપર થઈ હતી.
આ પણ વાંચો: SBI કે પોસ્ટ ઓફિસ ? શેમાં મળશે તમને વધુ વળતર ? જાણો અહીં
મગફળીનાં વેપારીઓએ જણાવ્યું હતુ કે મગફળીમાં બગાડ વધુ આવે એ પહેલા ખેડૂતો નબળી મગફળી બજારમાં ઠલલવા લાગ્યાં છે. પરિણામે બે દિવસમાં આવકો વધી ગઈ છે. આગામી થોડા દિવસો આવકો હજી સારી રહે તેવી ધારણાં છે, પંરતુ જો ભાવમાં બહુ ઘટાડો થશે
તો વળી ખેડૂતોની વેચવાલી આવી શકે છે. ગરમી અત્યારે સામાન્યકરતાં વધારે પડી રહી છે જેની અસરે પણ મગફળીમાં ડંખી માલો અને મુંડાની ફરીયાદો અનેક સેન્ટરમાંથી આવી રહી છે. બીજી તરફ સીંગતેલ લુઝનાં ભાવ પણ ઘટ્યાં હોવાથી બજારમાં ઘટાડાની સંભાવનાં છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ ગજબની સ્કીમમાં 100 રૂપિયાના થશે 16 લાખ! જાણો શું છે આ સ્કીમનો લાભ લેવાની પ્રક્રિયા
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1870 | 2450 |
ઘઉં | 400 | 518 |
જીરું | 2500 | 4145 |
એરંડા | 1075 | 1303 |
બાજરો | 400 | 520 |
રાયડો | 1050 | 1245 |
ચણા | 800 | 1135 |
મગફળી ઝીણી | 900 | 1244 |
લસણ | 105 | 650 |
અજમો | 1800 | 2875 |
ધાણા | 1500 | 2550 |
તુવેર | 1000 | 1165 |
મેથી | 1000 | 1230 |
મરચા સુકા | 500 | 3900 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1800 | 2511 |
ઘઉં | 370 | 570 |
જીરું | 3100 | 4965 |
બાજરો | 503 | 657 |
ચણા | 870 | 952 |
મગફળી જાડી | 1230 | 1380 |
જુવાર | 425 | 575 |
તુવેર | 1011 | 1211 |
ધાણા | 1800 | 2465 |
તલ કાળા | 2011 | 2351 |
મેથી | 850 | 1211 |
ઘઉં ટુકડા | 400 | 700 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1800 | 2510 |
ઘઉં લોકવન | 435 | 474 |
ઘઉં ટુકડા | 442 | 514 |
જુવાર સફેદ | 435 | 621 |
જુવાર પીળી | 350 | 470 |
બાજરી | 380 | 440 |
તુવેર | 1010 | 1250 |
ચણા પીળા | 890 | 943 |
અડદ | 750 | 1450 |
મગ | 1318 | 1470 |
વાલ દેશી | 890 | 1461 |
વાલ પાપડી | 1550 | 1800 |
ચોળી | 950 | 1661 |
કળથી | 850 | 975 |
સિંગદાણા | 1700 | 1825 |
મગફળી જાડી | 1050 | 1340 |
મગફળી ઝીણી | 1070 | 1280 |
સુરજમુખી | 850 | 1205 |
એરંડા | 1363 | 1404 |
અજમો | 1550 | 2165 |
સુવા | 850 | 1170 |
સોયાબીન | 1380 | 1465 |
સિંગફાડા | 1140 | 1700 |
કાળા તલ | 1920 | 2460 |
લસણ | 300 | 700 |
ધાણા | 2250 | 2450 |
જીરું | 3500 | 4200 |
મેથી | 1050 | 1275 |
ઇસબગુલ | 2150 | 2476 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 477 |
ઘઉં ટુકડા | 400 | 469 |
ચણા | 900 | 1100 |
તુવેર | 1050 | 1329 |
મગફળી ઝીણી | 1045 | 1240 |
મગફળી જાડી | 900 | 1326 |
તલ | 1800 | 2141 |
તલ કાળા | 2070 | 2070 |
જીરું | 2700 | 3700 |
ધાણા | 2000 | 2490 |
મગ | 1350 | 1350 |
સોયાબીન | 1200 | 1519 |
મેથી | 800 | 1120 |
કાંગ | - | - |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1061 | 2571 |
ઘઉં | 408 | 470 |
જીરું | 2200 | 4211 |
એરંડા | 1300 | 1396 |
તલ | 1500 | 2221 |
બાજરો | 291 | 291 |
રાયડો | 900 | 1281 |
ચણા | 891 | 941 |
મગફળી ઝીણી | 920 | 1321 |
મગફળી જાડી | 930 | 1371 |
ડુંગળી | 41 | 206 |
લસણ | 101 | 521 |
સોયાબીન | 1366 | 1481 |
ધાણા | 1500 | 2626 |
તુવેર | 901 | 1301 |
મગ | 1076 | 1511 |
મેથી | 700 | 1171 |
રાઈ | 1091 | 1331 |
મરચા સુકા | 1301 | 6451 |
ઘઉં ટુકડા | 422 | 701 |
શીંગ ફાડા | 1106 | 1626 |