khissu

આગામી ત્રણ દિવસ ગુજરાત માથે સંકટ: જાણો કયા બનશે મજબૂત સિસ્ટમ?

સમગ્ર રાજ્યમા આજે વરસાદી સીસ્ટમ સક્રિય રહેશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત તમામ વિસ્તારોમાં આજે મેઘો મહેરબાન થશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. એ સિવાય અમુક અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે.

આગામી સમયમાં એટલે કે 13 જુલાઈએ બંગાળની સીસ્ટમ આગળ વધતા ગુજરાતમાં મજબૂત થઈ ફરિ એકવાર લો પ્રેશરમાં અથવા તો વેલમાર્ગ લો પ્રેશરમાં ફેરવાશે જેને કારણે 13 જુલાઈ બાદ પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે તો અમુક વિસ્તારોમાં છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે.

13 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં નવી સીસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાં સાથે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

હાલના મોડેલ મુજબ સક્રીય સિસ્ટમ દ્વારકાનાં દરિયામાં વધું મજબૂત બની ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 13 અને 14 તારીખ માં વરસાદી પેટર્ન મજબૂત બનતા ગુજરાતમાં ખૂબ જ ભયજનક રહેશે.