khissu

Biporjoy cyclone update: આગમી 48 કલાકમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનશે, જાણો લોકેશન, સ્પીડ, ગતિ, દિશા, અસર, વરસાદ વગેરે...

વાવાઝોડું બનાવવાના કારણો શું હોય છે?
ભારત દેશ નીચે હિંદ મહાસાગર અને દક્ષિણ પેસિફિક ટાપુઓ પર ડિપ્રેશન/ચક્રવાત બનતા હોય છે જેમને આપણે વાવાઝોડા કહિયે છીએ. જ્યારે અન્ય પ્રદેશોમાં તે વાવાઝોડા અથવા ટાયફૂન તરીકે ઓળખાય છે. ગરમ અને ભેજવાળી હવા સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવે છે અને તે આસપાસની ગરમ અને ગરમ હવા ધીમે ધીમે ચક્રવાત બનાવે છે. ફરતી ઝડપ આખરે 63kmph પર આવે છે અને તેને ઉષ્ણકટિબંધીય તોફાન બનાવે છે જે પાછળથી વિનાશક ચક્રવાત (વાવાઝોડામાં) માં પરિવર્તિત થાય છે.

વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ દ્વારા અંદાજિત નુકસાન અને ચક્રવાતના નામ:119-153 પવન સ્પીડ તો લઘુત્તમ ચક્રવાત, જો પવન સ્પીડ તો 154-177 નુકસાનકારક વાવાઝોડું, 178-210 પવન સ્પીડ તો વ્યાપક વાવાઝોડું, જો 211-250 પવન સ્પીડ તો આત્યંતિક સ્થિતિ કહેવાઈ અને 250 કરતાં વધુ પવન સ્પીડ તો આપત્તિજનક વાવાઝોડું કહેવાઈ, આમ દરેક વ્યક્તિઓ આ માહિતીમાંથી ચક્રવાતની અસરોનું વિશ્લેષણ કરી શકે છે.

BiporJoy વાવાઝોડું ક્યારે બનશે? 
આવનાર ૪૮ કલાકમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનશે, જે ધીમે ધીમે આગળ વધશે અને વાવાઝોડામાં ફેરવાશે. વાવાઝોડામાં ફેરવાશે ત્યાર પછી તેમની સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હશે.

BiporJoy વાવાઝોડા ની speed કેટલી હશે?
આવનાર દિવસોમાં આ વર્ષનું બીજું અને અરબી સમુદ્રનું પ્રથમ વાવાઝોડું બનશે. બિપોરજોય વાવાઝોડું. હાલના મોડલો મુજબ વાવાઝોડાની સ્પીડ 80થી 100 કિલોમીટર વચ્ચે મેક્સિમમ હોઈ શકે છે. જોકે પાંચમી જૂનની અપડેટ પ્રમાણે વાવાઝોડું મોટું સ્વરૂપ ધારણ કરે તેવું જણાતું નથી. પરંતુ વાવાઝોડું બન્યા પછી મોડલોમાં અને પવનની સ્પીડમાં ફેરફાર થતો હોય છે.

BiporJoy વાવાઝોડા ની ગુજરાતમાં અસર ક્યારથી શરૂ થશે? 
બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં આગામી બે દિવસ પછી ચાલુ થઈ જશે, જેમાં વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારમાં કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ જોવા મળશે. જોકે cyclone ગુજરાત નજીક આવશે તેમ તેમ આગાહીમાં વધારો થશે. 

વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે? 
પાંચ જુનની બપોરની અપડેટ મુજબ હાલમાં ઘણા બધા વેધર મોડલો બતાવી રહ્યા છે કે વાવાઝોડું ઓમાન / પાકિસ્તાન દેશ તરફ જઈ રહ્યું છે. ગુજરાત સાથે ટકરાવવાનું નથી. પરંતુ હજી આ મોડલમ ફેરફાર થઈ શકે છે. તેમ છતાં રાહતના સમાચાર કહી શકાય કે ગુજરાતથી દૂર અરબી સમુદ્રમાં વાવાઝોડું પસાર થઈ જશે, ગુજરાતને વધારે અસર કરશે નહીં તેવું Weather મોડલો જણાવી રહ્યા છે.

ખાસ નોંધ:- હાલમાં સોશિયલ મીડિયાની અંદર ડરાવવામાં આવી રહ્યા છે કે વાવાઝોડું ગુજરાત સાથે ટકરાશે જે તદ્દન અફવા કહી શકાય, કેમ કે હાલમાં હજી કોઈ અનુમાન લગાવી શકાતું નથી. આવનાર દિવસોમાં વાવાઝોડું બનશે ત્યાર પછી સાચી માહિતી બહાર આવશે જે અમે તમને જણાવીશું. વધારે સચોટ અને સાચી માહિતી માટે હવામાન વિભાગની ઓફિસિઅલી વેબસાઈટને અનુસરો.