khissu

શું આરબીઆઇ એ 60, 75, 125, 100, 150 અને 1000 રૂપિયાના સિક્કા બહાર પાડ્યા છે? જાણો સાચી જાણકારી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇસ્કોનનાં સ્થાપક શ્રી ભક્તિવેદાંત સ્વામીની 125મી જન્મજયંતિ પર 125 રૂપિયાનો ખાસ સ્મારક સિક્કો બહાર પાડશે. એ સિવાય કેટલાક નવા સિક્કાઓનાં ફોટા આજકાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્કે રૂ .60, રૂ .75, રૂ .100, રૂ .200, રૂ. 125, રૂ .500 અને રૂ. 1000 ના નવા સિક્કા લોન્ચ કર્યા છે.

આરબીઆઈની વેબસાઈટ પર જાણવા મળ્યું કે 26 જૂન, 2019 ના રોજ, આરબીઆઈએ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને જણાવ્યું હતું કે 50 પૈસા, 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા હાલમાં ચલણમાં છે. આ પછી, આરબીઆઈની વેબસાઈટ પર નવા સિક્કા સંબંધિત કોઈ અપડેટ નથી.

પછી ઇન્ટરનેટ પર સર્ચ કર્યા બાદ અમને જાણવા મળ્યું કે ભારત સરકારે 60 રૂપિયાથી 1000 રૂપિયા સુધીના સિક્કા બહાર પાડ્યા છે.  જો કે, આ તમામ સિક્કાઓ સ્મારક સિક્કા તરીકે જારી કરવામાં આવ્યા છે.

60 રૂપિયાનો સિક્કો:- દેશમાં કોલકાતા સ્થિત ટંકશાળની સ્થાપનાના 60 વર્ષ પૂરા થવા પર 2012 માં 60 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. 2014 માં પણ, કોઇર બોર્ડની સ્થાપનાના ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી માટે 60 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.

75 રૂપિયાનો સિક્કો:- RBI ની સ્થાપનાની પ્લેટિનમ જ્યુબિલી પર 2010 માં 75 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યો હતો.

100 રૂપિયાનો સિક્કો:- 1980 થી અલગ અલગ પ્રસંગે 100 રૂપિયાના સિક્કા જારી કરવામાં આવ્યા છે. 2018 માં, પીએમ મોદીએ 24 ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના ચિત્ર સાથે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો.

125 રૂપિયાનો સિક્કો:- 2014 માં જવાહરલાલ નેહરુ અને 2015 માં સર્વેપલ્લી રાધાકૃષ્ણન અને ભીમ રાવ આંબેડકરની 125 મી જન્મજયંતિ પ્રસંગે સરકારે 125 રૂપિયાના સિક્કા બહાર પાડ્યા હતો.

150 રૂપિયાના સિક્કા:- આ સિક્કા 2011 માં રવીન્દ્રનાથ ટાગોરની 150 મી જન્મજયંતિ અને CAGની સ્થાપના પર સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. 2012 માં મોતીલાલ નહેરુ અને મદન મોહન માલવિયાની 150 મી જન્મજયંતિ પર અને 2013 માં સ્વામી વિવેકાનંદની 150 મી જન્મજયંતિ પર 150 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.

1000 રૂપિયાનો સિક્કો:- આ સિક્કો વર્ષ 2010 માં તમિલનાડુના પ્રખ્યાત અને ખૂબ જ પ્રાચીન બૃહદિશ્વર મંદિરના નિર્માણના 1000 વર્ષ પૂર્ણ થવા પર આ સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.