કોરોના કાળમાં છેતરપિંડી કરનારા વધી ગયા છે. અને હવે તો ઓનલાઇન છેતરપિંડી સાથે ચેક દ્વારા પણ લોકોને ચૂનો લગાવે છે. ચેક ભરતી વખતે ખાસ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે.
દેશની બીજા નંબરની મોટી બેંક એટલે કે પંજાબ નેશનલ બેન્કે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ચેક ભરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું. આ સાથે તેણે કહ્યું છે કે ચેક માં 2 આકડા વચ્ચે ખાલી જગ્યા છોડવી નહીં તે બહુ મોટી ભૂલ ને પાત્ર છે.
ચાલો તો જાણી લઈએ ચેક ભરવાની રીત :
✓ પોતાનો ચેક બોલપેન થી જ લખવો જેથી કોઈ ભૂસી ના શકે.
✓ પોતાનો ચેક ડ્રોપ કરતા પહેલા ડ્રોપબોક્સ ચેક કરી લો.
✓ ચેક માં એક ઉપર બીજો અક્ષર ના આવે તેમ લખવો.
✓ ઉપયોગ ન કરવામાં આવ્યા હોય તે જૂના ચેકને નષ્ટ કરી દો.
✓ ચેકમાં આંકડા વચ્ચે ખાલી જગ્યા ન છોડો.
તમારા બધા જ ચેકની માહિતી નો રેકોર્ડ રાખવો. પોતાની ચેકબુક કોઈ અજાણી વ્યક્તિને ન આપવી. તેને સારી રીતે લોક કરીને રાખવી. અને બેંક તરફથી જ્યારે પણ નવી ચેકબૂક મળે ત્યારે ધ્યાનથી ચેક ગણીને મૂકો. જો કોઈ ગરબડ લાગે તો તરત જ બેંકને જાણ કરો.