khissu

શું રસી લીધા પછી શરીરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ? જાણો વિડીયોની સાચી માહિતી

સોશિયલ મીડિયા ની અંદર એક વડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કોરોના વેક્સિન લગાવ્યા બાદ એક વ્યક્તિના શરીર પર ચમચી, સિક્કા અને અન્ય ધાતુઓ ચોંટી રહી છે. આ આશ્ચર્યજનક બાબતે સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રના એક વ્યક્તિનું કહેવું છે કે કોરોના વેક્સિન નો બીજો ડોઝ લીધા બાદ તેનું શરીર ચુંબક જેવું કામ કરવાનું શરુ કર્યું છે. અને શરીર પર ચમચી, સિક્કાઓ અને અન્ય ધાતુઓ ચોંટી રહીં છે. આવો જાણીએ વાઈરલ મેસેજની સચ્ચાઈ.

એક વ્યક્તિ વિડીયોમાં દાવો કરી રહ્યો છે :- નાસિકના શિવજી ચોકનાં વિસ્તારમાં રહેતાં અરવિંદ જગન્નાથ સોનારનુ કહેવું છે કે તેને 2 જૂનના રોજ કોરોના વેક્સિન કોવિશીલ્ડ નો બીજો ડોઝ લીધો હતો. ત્યાર બાદ તેના શરીરમાં ચુંબકીય શક્તિ આવી ગઈ છે અને ચમચી, સિક્કાઓ, શરીર પર ચીપકી રહી છે. આ દાવા ને બતાવવા વિડિયો પણ બનાવ્યો હતો. 71 વર્ષીય અરવિંદ જગન્નાથ સોનારનાં પુત્રનું કહેવું છે કે તેણે યુ ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં દિલ્હીનો એક વ્યક્તિ કોરોના રસી લીધા પછી શરીરમાં ચુંબકીય શક્તિ આવતા હોવાની વાત કરી રહ્યો હતો. જે પછી મારા પિતાને પણ પ્રયાસ કરવા કહ્યું અને પરિણામ એક જ આવ્યું.

નિષ્ણાંતો નુ શુ કહેવુ છે? 
આ વીડિયો વાયરલ થયા પછી મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે જો આ પ્રકારનો મામલો સામે આવ્યો છે તો તેની મેડિકલ અને સાઈન્ટીફિક તપાસ કરવામાં આવશે. અને ત્યાર પછી જ આગળ કહેવામાં આવશે. એવામાં મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નાં ડાયરેકટર ટી.પિ. લાહાને કહે છે કે આ મામલામાં કોરોના વેક્સિન ને કઈ લેવા દેવા નથી. આ સંપૂર્ણ રીતે ખોટો વીડિયો છે. કરોડો લોકોનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે પરંતુ આવું ક્યાંય પણ જોવા નથી મળ્યું. આયુર્વેદિક ડોકટર નુ કહેવું છે કે શરીરની ગરમી અને પરસેવાના કારણે ચમચી અને સિક્કાઓ જેવી નાની વસ્તુ શરીર પર ચોંટી શકે છે. કોરોના વેક્સિનને તેની સાથે કંઈ સંબંધ નથી. જો કે વિશ્વમાં રસપ્રદ દાવા કરવામાં આવ્યા છે કે શરીર ચુંબકની જેમ કામ કરે છે. પરંતુ આ દવાઓનો હજુ સુધી કોઈ પુરાવો સામે આવ્યો નથી.