જ્યારે આપણે બપોરના સમયે બેંકમાં જઈએ છીએ ત્યારે બેંકના કર્મચારી અડધી કલાક લંચ ટાઈમ છે એમ કહીને કાઉન્ટર ઉપર થી ગાયબ થઈ જતાં હોય છે, પરંતુ હકીકત એ છે કે બેંકમાં કોઈ પણ પ્રકારનો લંચ ટાઈમ નથી હોતો ! એવું પણ નથી કે બેંક કર્મચારી લંચ ના કરી શકે. બેંકમાં કર્મચારીઓ ને અડધી કલાક લંચ માટે આપવામાં આવે છે જેમાં એક કર્મચારી જમવા જાય તો તેની જગ્યાએ બીજો કર્મચારીને તેના કાઉન્ટર ઉપર રાખવો પડે છે, એટલે કે બેંક કર્મચારી ગ્રાહકો નું કામ સ્થગિત ના રાખી શકે.
દરેક બેંકમાં અલગ લંચ ટાઈમ :-
એક આરટીઆઇ અંતર્ગત જાણવા મળ્યું હતું કે લંચની બેંકોમાં કોઈ જગ્યા નથી. બેંક કર્મચારી વારાફરતી જમવા જઈ શકે છે જેથી ગ્રાહકોને મુશ્કેલી ન પડે. આ નિયમ હોવા છતાં બેંક કર્મચારી લંચ નુ બહાનું કાઢીને કામ નથી કરતાં, જેથી ગ્રાહકોને મુશ્કેલી પડે છે. એક સર્વે મુજબ દરેક બેંકના કર્મચારી 2 : 30 થી 3 : 00 સુધી જમવા જતા રહે છે.
એક વ્યક્તિ એ હજરતગંજ ની શાખામાં પૈસા જમા કરાવવા જાય છે, ત્યાંના કર્મચારીએ કહ્યું કે હાલ લંચ ટાઈમ ચાલુ છે જેથી થોડીવાર પછી આવો. તે વ્યક્તિએ જ્યારે કહ્યું કે ઘણાં લોકોને બેંકના નિયમો વિશે જાણ નથી કે બેંક માં લંચ ટાઈમ નથી હોતો. બેંક ઓફ ઇન્ડિયા ના મેનેજર ને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કીધું કે અમે આ સમયે જ જમીએ છીએ. આખો દિવસ કામ કરીએ તો ખાવું તો પડે જ ને, નિયમ વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે કીધું કે અમને આવી કોઈ જાણકારી મળી નથી.
એક સવાલ તમને એ પણ થશે કે બેંકમાં આપણે 1111 અથવા 2222 રૂપિયા બેંકમાં જમા કે ઉપાડી નથી શકતા, કારણ કે છૂટ્ટા પૈસા ના ચક્કરમાં બેંક કર્મચારી ના જ પાડી દે છે. આરબીઆઈ નુ એવું કહેવું છે કે આ પ્રશ્ન માટે અલગથી કોઈ નિર્દેશ આપવામાં આવ્યા નથી. આરબીઆઈ એ એમ પણ કીધું હતું કે તમે 50 પૈસા થી લઇ 10 રૂપિયા સુધીના સિક્કા પણ તમે જમાં કરી શકો છો, એના માટે બેંક તમને ના પાડી શકે નહિ.
આવી વધુ માહિતી જાણવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો અને આ માહીતી તમામ લોકો સુધી પહોંચે એટલા માટે આ માહીતી તમારા What's app ગ્રુપમાં તથા Facebook ગ્રુપમાં શેર કરો.