ઘણા લોકો આ લોકડાઉન ના સમયગાળામાં બેકાર થઈ ગયા. જે આકાશમાં ઉડતા તા આજે જમીન પર ચાલવા લાગ્યા. એવી જ એક ઘટના બની જેમાં એક ફિલ્મ એક્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને પોતાના ગામડે આવી ખેતી કરવા લાગ્યો.
જી હા મિત્રો, ભોજપુરી ફિલ્મ માં વિલનનો રોલ કરતો બ્રજેશ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડીને પોતાના ગામમાં શક્કરટેટી ની ખેતી કરવા લાગ્યો. તેણે હરિયાણા થઈ શક્કરટેટી ના બીજ મંગાવી ટનલ વિધિ દ્વારા ખેતી કરવાની શરૂઆત કરી.
વાત એમ છે કે, કોરોના સમય દરમિયાન ભોજપુરી ઇન્ડસ્ટ્રી ઠપ થઈ ચૂકી હતી એવામાં બ્રજેશ ને આર્થિક અસુરક્ષા જણાઈ તેથી તે પોતાના ગામમાં આવી ખેતી કરવાનું વિચાર્યું અને આધુનિક પદ્ધતિ નો ઉપયોગ કરી ને બમણી આવક મેળવવાનો ઠેકો લીધો.
આમ તેણે પોતાના ગામમાં રહેલી 2 એકરની પડતર જમીનમાં ટનલ-વિધિ થી શક્કરટેટી ઉગાડવાનું નક્કી કર્યું. જોકે સામાન્યરીતે શક્કરટેટી ઉનાળામાં ઉગાડવામાં આવે છે પણ ને શિયાળામાં ઉગાડવા ટનલ નો ઉપયોગ કર્યો. જેથી ઉનાળાની શરૂઆત થાય તરત જ ફળ તૈયાર થઈ જાય જ્યારે બીજા ખેડૂતો હજી શકરરટેટી ઉગાડવાનું વિચારી રહ્યા હશે.
આમ તેણે સૂઝબૂજ નો ઉપયોગ કરી બધા ખેડૂતો પહેલા શક્કરટેટી ઉગાડી માર્કેટમાં વહેંચશે અને 3 ગણો નફો મેળવશે.