બરફનાં ટુકડા માંથી પણ આગ પેદા થાય છે - વિજ્ઞાન વિશેના કેટલાક અદભુત ફેકટ જે તમે નહીં જાણતા
07:40 PM, 05 August 2021 - Team Khissu
બરફનાં ટુકડા માંથી પણ આગ પેદા થાય છે - વિજ્ઞાન વિશેના કેટલાક અદભુત ફેકટ જે તમે નહીં જાણતા
https://khissu.com/guj/post/even-ice-cubes-cause-fire-some-wonderful-facts-about-science-that-you-may-not-know
આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો:
https://khissu.com/DWND?lang=guj
આપણા જીવનમાં દરરોજ એવી નવી શોધો અને ખુલાસા થતા રહેશે જે આપણને નવાઈ પમાડે છે. વિજ્ઞાનમાં કેટલાક તથ્યો અને રહસ્યો છે જે હજી પણ દુનિયા થી અજાણ છે અને કેટલાક એવા તથ્યો છે જે આપણને નવાઈ પમાડે છે. તો જાણીએ આજે કેટલાક વિજ્ઞાનના એવા અદભૂત ફેક્ટ.
- શું તમને ખબર છે કે રબર પહેલા પેન્સિલની શોધ થઇ હતી. પહેલા પેન્સિલથી લખેલા શબ્દો ને ભૂસવા માટે બ્રેડ નો ઉપયોગ થતો હતો.
- જ્યારે માનવી નું બાળક જન્મે ત્યારે તેને દાત હોતા નથી. પણ 2000 બાળકો એ 1 બાળક દાત સાથે જન્મે છે.
- કૂતરાઓની સૂંઘવાની શક્તિ માણસ કરતાં વધારે હોય છે એ એ જાણીતું છે. પણ શું તમને ખબર છે કે કૂતરાઓની સૂંઘવાની શક્તિ માણસ કરતા એક હજાર ગણી વધારે હોય છે.
- વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ કાચ અને પ્લાસ્ટિક પણ સડી જાય છે. પરંતુ પ્લાસ્ટિકને સડવા માટે ૪૫૦ વર્ષ જ્યારે કાચને ચડવા માટે ચાર હજાર વર્ષનો સમય લાગે છે.
- દારૂની અસર શરીર ઉપર પિધા પછી ફક્ત છ મિનિટમાં જ દેખાવા લાગે છે.
- ભૂકંપો ખતરનાક કુદરતી આપત્તિ છે પરંતુ ક્યારેક ભૂકંપની લિઝા પાણી પણ સોનામાં બદલાઈ જાય છે.
- પૃથ્વીનો એક દિવસ ૨૪ કલાકનો હોય છે જ્યારે શુક્ર ગ્રહ પર શુક્રનો એક દિવસ પૃથ્વીના એક વર્ષ જેટલો લાંબો હોય છે.
- સામાન્ય રીતે સજીવો પાસે એક જ હૃદય હોય છે પરંતુ સમુદ્ર જીવ ઓક્ટોપસ પાસે ત્રણ હદય હોય છે.
- તમને માનવામાં નહીં આવે પરંતુ જ્યારે ચંદ્ર તમારી માથે હોય છે ત્યારે તેના ગુરૂત્વાકર્ષણના કારણે તમારું વજન થોડુંક ઘટી જાય છે.
- અત્યારે આગ પેદા કરવા માટે દિવાસળી, લાઇટર વાપરવામાં આવે છે. પરંતુ ખૂબ જ સખત બરફના ટુકડાઓથી પણ આગ પેદા થઈ શકે છે.