આઠમાં ધોરણમાં ભણતો છોકરો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે - થઈ ગયાને હેરાન !!

આઠમાં ધોરણમાં ભણતો છોકરો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે - થઈ ગયાને હેરાન !!

નમસ્તે,

અરે ઘણા લોકો તો પોતાનો અભ્યાસ પણ પુરો નથી કરી શકતા. માંડ માંડ ધક્કાગાડીએ ચાલતા હોય છે કે ક્યારે જટ છુટકારો મળે ત્યારે આઠમાં ધોરણમાં ભણતો વિદ્યાર્થી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ ને ને ભણાવે એવું આપણે માની પણ કેમ લઈએ ??
હૈદરાબાદમાં રહેતો મોહમ્મદ હસન અલી આઠમાં ધોરણમાં ભણી રહ્યો છે એ સાથે તે એન્જિનિરિંગના વિદ્યાર્થીઓને ડિઝાઇનિંગ અને ડ્રાફ્ટીંગ વિષય પણ ભણાવે છે.
હસન અલી સાથે પુછતાછ કરતાં તેણે જણાવ્યું કે તે પહેલા ઇન્ટરનેટ પરથી શીખે છે અને પછી તે પોતાના વિદ્યાર્થીઓને શીખવાડે છે. તેણે એ પણ કહ્યું કે આ માટે હું કોઈ ફી લેતો નથી હું મારા દેશ માટે કંઈક કરવા માગું છું.
હસન અલી પાસે ભણતા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે હસન અલી અમારાથી ઘણો નાનો છે પણ તે અમને ખુબ જ આસાનીથી શીખવાડી દે છે તેનામાં કમ્યુનિકેશન સ્કીલ ખૂબ જ સારી છે.
હસન અલીને આવો વિચાર કેમ આવ્યો ?

હસન અલીએ ઇન્ટરનેટ પર એક વીડિયો જોયો તેમાં તેને જાણવા મળ્યું કે ભારતના વિદ્યાર્થીઓ ભણ્યા પછી વિદેશમાં જઈ નાની-મોટી નોકરી કરી રહ્યા છે. તેનામાં કમ્યુનિકેશન સ્કીલ ખાસ સારી નથી હોતી. આ જાણીને હસન અલીએ દેશ માટે કંઇક કરવાનું વિચાર્યું.