કપાસના ભાવથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

કપાસના ભાવથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ

રૂની બજારો નરમ હોવાથી કપાસની બજારમાં સતત બીજા દિવસે રૂ.૫થી ૧૦નો ઘટાડો થયો હતો. કપાસનાં વર્તમાન ભાવ ખેડૂતોની નીચા લાગે છે, પંરતુ હવે તેમાં બહુ સુધારો દેખાતો નથી. કપાસનો ભાવ નજીકમાં રૂ.૨૦૦૦ થાય તેવાસંજોગો નથી, પરંતુ રૂ.૧૭૦૦ થાય તેવા સંજોગો છે.

આ પણ વાંચો: મગફળી, ડુંગળી અને કપાસના ભાવમાં તેજી, જાણો વિવિધ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ

સરકાર બજેટમાં એટલે કે પહેલી ફેબ્રુઆરીનાં રોજ કોટનની ૧૧ ટકાની આયાત ડ્યૂટી જો નાબૂદ કરી દેશે તો બજારો ઝડપથી નીચે આવશે. હાલ ન્યૂયોર્ક રૂ વાયદો સુધરી રહ્યો હોવા છત્તા લોકલમાં તેજી નથી અને બજારો તુટી રહ્યાં છે. રૂપિયો મજબૂત બની રહ્યો છે, જેની અસર પણ કોટન બજારને થઈ રહી છે.સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦થી ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૫૦ થી ૧૭૦૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૫૦થી ૧૭૧૫નાં હતાં.

આ પણ વાંચો: ખેડુતો ખુશ: મગફળીનાં ભાવમાં ઉછાળો આવ્યો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ

1650થી લઇને 1800 પ્રતિ મણ કપાસનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે બાબરા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજય પંડયાએ જણાવ્યું હતું કે, ઉતરાયણનો તહેવાર સામે હોવાથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના જણસ વેચીને નાણા છૂટા કરી રહ્યા છે. વળી સારો ભાવ મળતા ખેડૂતો હાલમાં ખુશખુશાલ છે.

કપાસના બજાર ભાવ (10/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ16101776
અમરેલી11301780
સાવરકુંડલા16001751
જસદણ15501760
બોટાદ16001780
મહુવા14001738
ગોંડલ15511781
કાલાવડ16001770
જામજોધપુર16711816
ભાવનગર15001721
જામનગર14751750
બાબરા17101800
જેતપુર16211801
વાંકાનેર14001725
મોરબી16551781
રાજુલા13001751
હળવદ15001743
વિસાવદર16541766
તળાજી14251744
બગસરા14001780
જુનાગઢ15001740
ઉપલેટા16001740
માણાવદર16101775
ધોરાજી15261751
વિછીયા16401740
ભેસાણ15001780
ધારી15301812
લાલપુર15801779
ખંભાળિયા16001753
ધ્રોલ14351757
પાલીતાણા14901730
હારીજ15801750
ધનસૂરા15001650
વિસનગર15001725
વિજાપુર15501747
કુંકરવાડા15001716
ગોજારીયા14501718
હિંમતનગર14851741
માણસા13851709
કડી16121723
મોડાસા13901631
પાટણ15401712
થરા16501695
તલોદ16281701
સિધ્ધપુર16001780
ડોળાસા16001736
ટીટોઇ13801660
બેચરાજી15501674
ગઢડા16801780
ઢસા16501751
કપડવંજ14501550
ધંધુકા16501741
વીરમગામ15551723
જાદર16701715
જટાણા15501708
ચાણસ્મા14501698
ભીલડી13621617
ખેડબ્રહ્મા15831711
ઉનાવા15001741
શિહોરી14901685
ઇકબાલગઢ13811697
સતલાસણા15501705