કોરોનાને કારણે કેન્દ્ર સરકારે ચીનમાં કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે સ્થાનિક બજારમાં પણ કપાસના ભાવમાં ઘટાડો થયો છે. છેલ્લા 15 દિવસમાં તેની કિંમતમાં 1500 થી 2000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
આ પણ વાંચો: ખેડુતો ખુશ: મગફળીનાં ભાવમાં ઉછાળો આવ્યો, જાણો આજનાં મગફળીના બજાર ભાવ
કપાસના ખેડૂતો કહે છે કે ખરીફ પાકની વાવણીથી લઈને લણણી સુધી, ખેડૂતોએ બિયારણ, ખાતર, દવાઓ, નિંદણ અને કાપણીમાં ભારે ખર્ચ કર્યો છે. આવી સ્થિતિમાં જ્યાં એક તરફ ભારે વરસાદના કારણે કપાસ ઓછો ઉપલબ્ધ થઈ રહ્યો છે તો બીજી તરફ બજારમાં ઓછા ભાવને કારણે ખેડૂતો માટે ખર્ચને પહોંચી વળવો મુશ્કેલ બની રહ્યો છે. આ ખર્ચ માટે જે ખેડૂતોએ લોન લીધી હતી તે ખેડૂતોને હવે લોન ચૂકવવી મુશ્કેલ બની ગઈ છે. જેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં 1160 ખેડુતો 57,938 મણની 24 જણસો હરરાજીમાં લાવ્યા હતાં. જેમાં આજે ડુંગળીની 5500 ગુણી (16500 મણ) ઉપરાંત કપાસ, લસણ અને અજમાની પણ પુષ્કળ આવક થઈ હતી. સુકા મરચા, અજમો અને જીરૂના ઉંચા ભાવ આવતાં ખેડુતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો: ફરી કપાસનાં ભાવ 1800 ને પાર પહોંચ્યા, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવ
જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં હરાજીમાં લાલ મરચાંનો ઉંચો ભાવ બોલાતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાનો ઓલટાઈમ હાઈ ભાવ એકમણના 10 હજાર ભાવ બોલાયો હતો. ગોંડલના ખેડ઼ૂતોના લાલ મરચાં હાઈ ક્વોલિટના હોવાથી તે મરચાંનો 10 હજાર પ્રતિ મણનો ભાવ બોલાયો છે. હાલમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને 2500થી લઈને 10 હજાર સુધીનો ભાવ મળતા જિલ્લામાંથી પણ ખેડૂતો મરચાં સાથે હાપા માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા હતા.
રાજકોટ માર્કેટ યાર્ડ:
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ બી.ટી. | 1610 | 1776 |
| ઘઉં લોકવન | 500 | 570 |
| ઘઉં ટુકડા | 520 | 610 |
| જુવાર સફેદ | 725 | 941 |
| જુવાર પીળી | 511 | 650 |
| બાજરી | 311 | 490 |
| તુવેર | 1150 | 1520 |
| ચણા પીળા | 830 | 948 |
| ચણા સફેદ | 1620 | 2350 |
| અડદ | 1100 | 1520 |
| મગ | 1200 | 1600 |
| વાલ દેશી | 2200 | 2550 |
| વાલ પાપડી | 2350 | 2650 |
| ચોળી | 740 | 1350 |
| મઠ | 1125 | 1850 |
| વટાણા | 375 | 735 |
| કળથી | 1150 | 1475 |
| સીંગદાણા | 1650 | 1750 |
| મગફળી જાડી | 1140 | 1405 |
| મગફળી જીણી | 1120 | 1295 |
| તલી | 2800 | 3140 |
| સુરજમુખી | 890 | 1185 |
| એરંડા | 1305 | 1382 |
| અજમો | 1650 | 2205 |
| સુવા | 1250 | 1511 |
| સોયાબીન | 1000 | 1077 |
| સીંગફાડા | 1225 | 1640 |
| કાળા તલ | 2370 | 2831 |
| લસણ | 180 | 480 |
| ધાણા | 1370 | 1621 |
| મરચા સુકા | 2200 | 4400 |
| ધાણી | 1380 | 1640 |
| વરીયાળી | 2200 | 2775 |
| જીરૂ | 5251 | 6650 |
| રાય | 1072 | 1175 |
| મેથી | 1084 | 1237 |
| ઇસબગુલ | 2550 | 2550 |
| કલોંજી | 2550 | 3112 |
| રાયડો | 1010 | 1126 |
| રજકાનું બી | 3200 | 3896 |
| ગુવારનું બી | 1140 | 1270 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| ઘઉં | 510 | 576 |
| ઘઉં ટુકડા | 518 | 610 |
| કપાસ | 1551 | 1781 |
| મગફળી જીણી | 920 | 1341 |
| મગફળી જાડી | 800 | 1421 |
| શીંગ ફાડા | 801 | 1661 |
| એરંડા | 1036 | 1396 |
| તલ | 1776 | 3181 |
| જીરૂ | 3951 | 6591 |
| કલંજી | 1801 | 3291 |
| ધાણા | 1000 | 1701 |
| ધાણી | 1100 | 1651 |
| મરચા સૂકા પટ્ટો | 2001 | 4901 |
| ધાણા નવા | 1276 | 1781 |
| લસણ | 106 | 586 |
| ડુંગળી | 61 | 281 |
| ડુંગળી સફેદ | 70 | 216 |
| બાજરો | 351 | 451 |
| જુવાર | 561 | 961 |
| મકાઈ | 450 | 511 |
| મગ | 391 | 1631 |
| ચણા | 851 | 926 |
| ચણા નવા | 921 | 1026 |
| વાલ | 1076 | 2391 |
| અડદ | 626 | 1451 |
| ચોળા/ચોળી | 701 | 1451 |
| મઠ | 876 | 1531 |
| તુવેર | 911 | 1511 |
| રાજગરો | 1051 | 1051 |
| સોયાબીન | 951 | 1081 |
| રાઈ | 1001 | 1131 |
| મેથી | 601 | 1231 |
| અજમો | 101 | 2351 |
| ગોગળી | 841 | 1141 |
| સુરજમુખી | 1271 | 1271 |
| વટાણા | 361 | 861 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ | 1500 | 1740 |
| ઘઉં | 480 | 574 |
| બાજરો | 440 | 440 |
| ચણા | 850 | 966 |
| અડદ | 1100 | 1435 |
| તુવેર | 1150 | 1530 |
| મગફળી જીણી | 1050 | 1280 |
| મગફળી જાડી | 1020 | 1425 |
| સીંગફાડા | 1300 | 1564 |
| એરંડા | 1350 | 1386 |
| તલ | 2300 | 3155 |
| તલ કાળા | 2050 | 2751 |
| જીરૂ | 5100 | 7000 |
| ધાણા | 1300 | 1768 |
| મગ | 1200 | 1554 |
| સીંગદાણા જાડા | 1550 | 1868 |
| સોયાબીન | 950 | 1111 |
| મેથી | 958 | 958 |
| વટાણા | 350 | 482 |
અમરેલી માર્કેટ યાર્ડ:
| પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
| કપાસ | 1130 | 1780 |
| શિંગ મઠડી | 1100 | 1292 |
| શિંગ મોટી | 1100 | 1405 |
| શિંગ દાણા | 1256 | 1700 |
| તલ સફેદ | 2170 | 3222 |
| તલ કાળા | 1000 | 2724 |
| બાજરો | 533 | 600 |
| ઘઉં બંસી | 510 | 530 |
| ઘઉં ટુકડા | 545 | 607 |
| ઘઉં લોકવન | 490 | 570 |
| મકાઇ | 530 | 630 |
| અડદ | 875 | 1400 |
| ચણા | 741 | 925 |
| તુવેર | 610 | 1456 |
| એરંડા | 1200 | 1382 |
| જીરું | 1000 | 6550 |
| ઇસબગુલ | 2000 | 2000 |
| ગમ ગુવાર | 1100 | 1100 |
| ધાણી | 1299 | 1299 |
| ધાણા | 1000 | 1500 |
| અજમા | 1600 | 3200 |
| મેથી | 950 | 1166 |
| સોયાબીન | 850 | 1075 |