હવામાન વિભાગે માહીતી આપતા જણાવ્યુ છે કે ચોમાસુ સત્તાવાર રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહોંચી ગયું છે. સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર જોવા મળી છે. ત્યારે અગામી દિવસોમાં ચોમાસુ સમગ્ર રાજ્યમા પહોંચી જશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વધુમાં હવામાન વિભાગે કહ્યું છે કે 16 અને 17 તારીખે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે રાત્રે થી જ ધોધમાર વરસાદ શરૂ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાં પણ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે આવતી કાલે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે, તેમજ અમદાવાદની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. ચાલુ અઠવાડિયામાં વરસાદનો દોર અંત સુધી શરૂ રહેશે. ખાસ કરીને અમદાવાદ, મહીસાગર, પાટણ, વલસાડ, આણંદ, સુરત, ભરૂચ, વડોદરા સૌરાષ્ટ્રનાં તમામ જિલ્લાઓ અને કચ્છના તમામ તાલુકાઓમાં 17 તારીખ સુધી હળવો, ભારે અને મધ્યમ વરસાદ પડી શકે છે.
નોંધનિય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યની અંદર 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે.